આ દરમિયાન અધિકારીઓને સમય મળી ગયો અને ઝડપથી તે જગ્યા પરથી મીઠાઈઓનું કાઉન્ટર દૂર કરાવ્યું હતું. વાજપેયીની સાથે કામ કરી ચૂકેલા અધિકારીઓનું કહેવું છે કે તેઓ જ્યાં પણ જતાં હતાં ત્યાના સ્થાનીક પકવાનનો સ્વાદ ચાખવા પર વધારે ભાર મૂકતાં હતાં.
2/3
એકવાર ઓફિશ્યિલ ભોજન દરમિયાન અટલ બિહારી વાજપેયીને તબીયતનું ધ્યાન રાખવાનું કહેવામાં આવ્યું હતું. જોકે, તેમનાથી રહેવાયું નહિ અને તેઓ ગુલાબજાંબુના કાઉન્ટર તરફ આગળ વધ્યાં હતાં. આ જોઈને ઓફિસર્સને એક ઉપાય સૂઝ્યો હતો અને તેણે બોલિવૂડ એક્ટ્રેસ માધુરી દીક્ષિતને આગળ કરી હતી. ફિલ્મ્સના શોખીન વાજપેયી ગુલાબજાંબુને ભૂલીને લાંબા સમય સુધી માધુરી સાથે વાત કરતાં રહ્યાં હતાં.
3/3
નવી દિલ્હીઃ અટલ બિહારી વાજપેયી ખાવાના ખૂબ જ શોખીન હતા અને ખાવાને લઈને તેની દીવાનગી એટલી હતી કે એક વખત ઓફિશિયન ભોજન દરમિયાન તેમને ગુલાબજાંબુથી દુર રાખવા માટે અધિકારીઓએ તેમનું ધ્યાન ત્યંથી ભટકાવવા માટે બોલિવૂડ સ્ટાર માધુરી દીક્ષિતને ત્યાં હાજર રાખી હતી. આ કિસ્સો વરિષ્ઠ પત્રકાર રાશિદ કિદવઈએ જણાવ્યો હતો.