શોધખોળ કરો
આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘બાલા’નું શાનદાર ટ્રેલર રિલીઝ, જુઓ
આયુષ્માને ‘બધાઈ હો’, ‘ડ્રીમ ગર્લ’ જેવી ફિલ્મોથી દર્શકોને ખૂબ હસાવ્યા છે. ફિલ્મ ‘બાલા’ 7 નવેમ્બરે રિલીઝ થશે.

મુંબઈ: બોલીવૂડ અભિનેતા આયુષ્માન ખુરાનાની આગામી ફિલ્મ ‘બાલા’નું શાનદાર ટ્રેલર રિલીઝ થયું છે. આ ફિલ્મમાં આયુષ્માન ખુરાના દર્શકોને ખૂબ હસાવશે. ફિલ્મ બાલામાં આયુષ્માનના વાળ જતા રહે છે, જેના કારણે લોકો તેની મજાક કરતા હોય છે. ફિલ્મમાં શાનદાર કોમેડી જોવા મળશે. ફિલ્મમાં ભૂમિ પેડનેકર તથા યામી ગૌતમ પણ છે. આ ફિલ્મને અમર કૌશિકે ડિરેક્ટ કરી છે. આયુષ્માન ખુરાના વાળ માટે શક્ય તેટલા પ્રયાસો કરે છે, જેમાં તે સ્પ્રે, પાવડર, વિંગ્સ, ગાયનું છાણ સહિતના ઉપાયો અજમાવે છે. આયુષ્માને ‘બધાઈ હો’, ‘ડ્રીમ ગર્લ’ જેવી ફિલ્મોથી દર્શકોને ખૂબ હસાવ્યા છે. ફિલ્મ ‘બાલા’ 7 નવેમ્બરે રિલીઝ થશે.
વધુ વાંચો





















