શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
કોની અંતિમવિધીમાં અમિતાભ બચ્ચનનો આખો પરિવાર રહ્યો હાજર ? 35 વર્ષથી હતા અમિતાભ સાથે....
અમિતાભ બચ્ચનના સેક્રેટરી રહેલા શીતલ જૈનનું શનિવારે 77 વર્ષની વયે અવસાન થયું હતું. તેમના નિધનથી બોલિવૂડ જગતમાં શોકની લાગણી પ્રસરી ગઈ. જેને લઈને બચ્ચન પરિવારે દુખ વ્યક્ત કર્યું હતું.
નવી દિલ્હી: બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચનનું કેરિયર લાંબુ રહ્યું છે અને આ સફરમાં તેમની સફળતાને જોવા ખૂબજ ઓછા લોકને તક મળી છે. એવા જ એક વ્યક્તિનું નામ છે શીતલ જૈન. જે અમિતાભ બચ્ચનના 35થી વધુ વર્ષ સુધી સેક્રેટરી રહ્યાં હતા. જેમનું શનિવારે નિધન થઈ ગયું હતું. જેને લઈને બીગ બી સહિત બચ્ચન પરિવારે શોક વ્યક્ત કર્યો છે.
અમિતાભ બચ્ચનના સેક્રેટરી રહેલા શીતલ જૈન શનિવારે સવારે 77 વર્ષની વયે અવસાન થયું હતું. તેમના નિધનથી બોલિવૂડ જગતમાં શોકની લાગણી પ્રસરી ગઈ. શનિવારે સાંજે 5 વાગ્યે મુંબઈના પવન હંસ સ્મશાનમાં તેમની અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેમની અંતિમ વિધિમાં આખો બચ્ચન પરિવાર પણ જોવા મળ્યો હતો.
જ્યારે અમિતાભે પોતાના ફિલ્મી કેરિયરની શરુઆત કરી હતી તે સમયથી લઈને આજ સુધી તેઓ બીગ બી સાથે રહ્યાં હતા. લગભગ 36 વર્ષથી તેઓ બચ્ચન પરિવાર સાથે કામ કરી રહ્યાં હતા.
શીતલ જૈનના નિધન પર અનેક બોલિવૂડ હસ્તિઓએ સોશિયલ મીડિયા પર ટ્વિટ કરી દુખ વ્યક્ત કર્યું. અનુપમ ખેરે ટ્વિટ કર્યું કે, “શીતલ જૈન, જેને અમે લાંબા સમયથી અમિતાભ બચ્ચના સેક્રેટીર તરીકે ઓળખતા હતા. તેઓ ખુબજ સન્માનજનક અને વિનમ્ર વ્યક્તિ હતા. ભગવાન તેમના પરિવારન દુખ સહન કરવાની હિમ્મત આપે.”
Saddened to know about the demise of producer Shri #SheetalJain ji. Knew him for a long time as Mr. @SrBachchan‘s secretary. He was a very dignified and an extremely polite gentleman. May God give his family the strength to deal with this loss.???? #OmShanti pic.twitter.com/dsNXbp8yp3
— Anupam Kher (@AnupamPKher) June 8, 2019
Sad to know demise of Sheetal Jain ji. He was a very humble, soft spoken and gracious person. Film industry will miss him. My condolences to his family and friends. #OmShanti.???? https://t.co/ysVIHzeIwT
— Madhur Bhandarkar (@imbhandarkar) June 8, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
સમાચાર
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion