શોધખોળ કરો
Advertisement
11 વર્ષના દીકરાને આ એક્ટરે આપ્યું સ્કૂટર, લોકોએ આપી દીધી આવી સલાહ
વીડિયો શેર કરીને બખ્તિયારે લખ્યું છે કે,‘શું મારે સપોર્ટ આપવો જોઈએ. ક્યારેક-ક્યારેક તેમને જાતે જ આગળ વધવા દેવા જોઈએ.
મુંબઈઃ એક્ટર બખ્તિયાર ઇરાનીએ સોશિયલ મીડિયા પર પોતાના દીકરા Zeusનો એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં તેમનો 11 વર્ષનો દીકરો સ્કૂટર ચલાવતો જોવા મળી રહ્યો છે. Zeusને સ્કૂટર ચલાવતા જોઈ બખ્તિયારને શેફ્ટી ટિપ્સ આપવામાં આવી રહી છે. લોકો તેને કહી રહ્યા છે કે, Zeusને હેલમેટ તો પહેરાવવું હતું.
ત્યાં સુધી કે એક્ટર અલી અસગરે પણ તેને સલાહ આપી છે. અલીએ કમેન્ટ કરતાં લખ્યું- એક જવાબદાર નાગરિક હોવાને કારણે હું હેલમેટ પહેરવાની સલાહ આપીશ. જ્યારં અન્ય યૂઝર્સ પણ Zeusને હેલમેટ પહેરવાની સલાહ આપી રહ્યા છે. જ્યારે કેટલાક લોકો Zeusના 11 વર્ષની ઉંમરમાં સ્કૂટર ચલાવવાનો વિરોધ કરી રહ્યા છે તો કેટલાક બખ્તિયારને સપોર્ટ કરી રહ્યા છે.
વીડિયો શેર કરીને બખ્તિયારે લખ્યું છે કે, ‘શું મારે સપોર્ટ આપવો જોઈએ. ક્યારેક-ક્યારેક તેમને જાતે જ આગળ વધવા દેવા જોઈએ. ક્યારેક-ક્યારેક ડર લાગે છે. મિક્સ ફીલિંગ છે. જ્યાં સુધી તે ઘર પાસે શીખી રહ્યો છે ત્યાં સુધી સારૂં છે. 11 વર્ષની ઉંમરમાં Zeus ડ્રાઈવિંગ શીખી રહ્યો છે અને સારૂં કરી રહ્યો છે’. એક્ટર બખ્તિયારની પર્સનલ લાઈફની વાત કરીએ તો તેની અને તનાઝની મુલાકાત સીરિયલના સેટ પર થઈ હતી અને બેવાર વર્ષ બાદ તેમણે લગ્ન કરી લીધા હતા. હાલ તેઓ બે બાળકોના માતા-પિતા છે. આ કપલ નચ બલિયે અને બિગ બોસ જેવા શોમાં સાથે કામ કરી ચૂક્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement