શોધખોળ કરો
Advertisement
Box Office પર ‘મિશન મંગલ’ અને ‘બાટલા હાઉસ’ની જબરજસ્ત ટક્કર, જાણો કેટલી કરી કમાણી
અક્ષયકુમારની ફિલ્મ ‘મિશન મંગલ’ અને જૉન અબ્રાહમની ‘બાટલા હાઉસ’ બન્ને ફિલ્મો રિલીઝના બીજા સપ્તાહમાં પણ બૉક્સ ઑફિસ પર શાનદાર પ્રદર્શન કરી રહી છે
મુંબઈ: અક્ષયકુમારની ફિલ્મ ‘મિશન મંગલ’ અને જૉન અબ્રાહમની ‘બાટલા હાઉસ’ બન્ને ફિલ્મો રિલીઝના બીજા સપ્તાહમાં પણ બૉક્સ ઑફિસ પર શાનદાર પ્રદર્શન કરી રહી છે. મિશન મંગલે અત્યાર સુધી 168 કરોડ રૂપિયાથી પણ વધુની કમાણી કરી લીધી છે. જ્યારે બાટલા હાઉસ પણ 86 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી ચુકી છે. બાટલા હાઉસ જલ્દી જ 100 કરોડના ક્લબમાં સામેલ થઈ શકે છે.
મિશન મંગલે બીજા અઠવાડિયાના વિકેન્ડ અને સોમવારે પણ સારું પ્રદર્શન કર્યું છે. ફિલ્મે બીજા શુક્રવારે 7.88 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જ્યારે શનિવાર અને રવિવાર ફિલ્મે ક્રમશ: 13.32 કરોડ રૂપિયા અને 15.30 કરોડ રૂપિયાની શાનદાર કમાણી કરી હતી. ફિલ્મે સોમવારે 3.87 કરોડની કમાણી કરી હતી. ભારતીય બોક્સ ઓફિસ પર અત્યાર સુધી 168.48 કરોડ રૂપિયાની કમાણી કરી ચુકી છે.
જૉન અબ્રાહમની બાટલા હાઉસે પણ બીજા સપ્તાહમાં સારું પ્રદર્શન કરી રહી છે. ફિલ્મે અત્યાર સુધી 86.04 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.#MissionMangal [Week 2] Fri 7.83 cr, Sat 13.32 cr, Sun 15.30 cr, Mon 3.87 cr. Total: ₹ 168.48 cr. India biz.
— taran adarsh (@taran_adarsh) August 27, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
રાજકોટ
લાઇફસ્ટાઇલ
ક્રિકેટ
Advertisement