Kevin Conroy Dies: 'બેટમેન' નો અવાજ બનેલા એક્ટર કેવિન કૉનરૉયનું 66 વર્ષની ઉંમરે નિધન, કેન્સર સામે લડાઇ હાર્યા
કેવિન કૉનરૉયે 'બેટમેન' જેવી સુપરડુપર ફિલ્મ પણ કરી છે. આ ફિલ્મમાં તેમને બેટમેનના પાત્રમાં પ્રાણ ભરી દીધા હતા. કેવિન કૉનરૉય 66 વર્ષની ઉંમરે કેન્સરની સામે હારી ગયાં છે.
Batman Actor Kevin Conroy Dies: એક્ટર અને વૉઇસઓવર આર્ટિસ્ટ કેવિન કૉનરૉયે લઇને એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. 66 વર્ષની ઉંમરે કેવિન કૉનરૉયે દુનિયાના એલવિદા કહી દીધુ છે. એક્ટરનિ નિધનની જાણકારી તેના કૉ-સ્ટાર ડાયને પર્સિંગે આપી છે. વૉર્નર બ્રધર્સ એનિમેશને પણ કેવિન કૉનરૉયના નિધની ખબરને કન્ફોર્મ કરી છે. કેવિન કૉનરૉયના નિધનના સમાચાર સાંભળતાં જ આખા હૉલીવુડ ઇન્ડસ્ટ્રીમાં શોકનુ વાતાવરણ છવાઇ ગયુ હતુ. કેવિન કૉનરૉય એક સારા એક્ટરની સાથે સાથે એક સારા ઓવર ઓવર આર્ટિસ્ટ પણ હતા. તેની અવાજ લોકોને ખુબ પસંદ હતી.
કેવિન કૉનરૉયે 'બેટમેન' જેવી સુપરડુપર ફિલ્મ પણ કરી છે. આ ફિલ્મમાં તેમને બેટમેનના પાત્રમાં પ્રાણ ભરી દીધા હતા. કેવિન કૉનરૉય 66 વર્ષની ઉંમરે કેન્સરની સામે હારી ગયાં છે. બેટમેનનું પાત્ર તો સૌ કોઈને યાદ હશે, લગભગ દરેકે આ પાત્રને જોયુ અને સાંભળ્યુ પણ હશે. બેટમેનનો અવાજ બનીને જેણે બેટમેનમાં પ્રાણ પુરી દીધા હતા.
ઉલ્લેખનીય છે કે, એક્ટર કેવિન કૉનરૉય છેલ્લા કેટલાય સમયથી કેન્સર સામે લડાઈ લડી રહ્યા હતાં. પરંતુ આ બીમારી સામે તે હારી ગયા. કેવિન કૉનરૉયના નિધનની જાણકારી 'બેટમેનઃ ધ એનિમેટેડ સીરિઝ'થી કામ કરનાર ડાયને પર્સિંગે આપી છે. તેના સિવાય વાર્નર બ્રધર્સ એનિમેશને પણ આ વાતની પુષ્ટિ કરી છે. તેમણે કેવિનના નિધન પર દુઃખ વ્યક્ત કર્યુ છે.
View this post on Instagram
તેમણે પોસ્ટમાં લખ્યુ છે કે, કેવિન એક પરફેક્શનિસ્ટ છે. તે આ ધરતી પર મારો ફેવરેટ માણસ હતો અને હું તેમની સાથે ભાઈની જેમ વાત કરતો હતો. તે પોતાની આજુબાજુના લોકોનું ખૂબ જ ધ્યાન રાખતા હતાં. તે જે પણ કરતા તેમાં સચ્ચાઈ હોતી હતી. જ્યારે પણ હું તેમની સામે જોતો અને તેમની સાથે વાત કરતો તો મારા અંદર એક અલગ જોશ ભરાઈ જતો હતો. હૉલિવૂડના ઘણા સ્ટાર કેવિનના નિધનની ખબર પર પોતાનો શોક વ્યક્ત કરી રહ્યા છે. આ સમાચાર સામે આવ્યા બાદ તમામ લોકોને ઝટકો લાગ્યો છે.
કેવિન કૉનરૉયના કરિયરની વાત કરીએ તો તેમણે પોતાના કરિયરની શરુઆત 80ના દાયકાથી કરી દીધી હતી. તે શરુઆતમાં થિયેટરમાં કામ કરતા હતાં. જ્યાં તેમનો ટેલેન્ટ સામે આવ્યો હતો.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram