લતા મંગેશકરની તબિયત વિશે મોટા સમાચાર, જાણો કેમ હજુય ICUમાં રાખવાની પડી રહી છે ફરજ ?
મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલના ડૉક્ટર પ્રતીત સમધાનીએ જણાવ્યું કે, 92 વર્ષીય લતા મંગેશકરને હજુ પણ મેડિકલ સારસંભાળની જરૂર છે
મુંબઈઃ મહાન પાર્શ્વગાયિકા અને ભારતરત્ન લતા મંગેશકરની તબિયત સ્થિર છે અને હજુ થોડા દિવસ તેમને ઇન્ટેસિવ કેર યુનિટ (ICU)માં જ રાખવાં પડશે.
મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલના ડૉક્ટર પ્રતીત સમધાનીએ જણાવ્યું કે, 92 વર્ષીય લતા મંગેશકરને હજુ પણ મેડિકલ સારસંભાળની જરૂર છે તેથી જ થોડાં દિવસ માટે ICUમાં ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે. તેમની તબિયત પહેલાં જેવી જ છે અને હાલ કોઈ પણ વ્યક્તિ તેમને મળી શકતી નથી. આ પહેલાં ડૉક્ટરે લતા મંગેશકર જલ્દી સાજા થઈ જાય તે માટે ચાહકોને પ્રાર્થના કરવાનું કહ્યું હતું.
લતા મંગેશકરને કોરોના તથા ન્યુમોનિયા છે. આ કારણે લતાજીને 8 જાન્યુઆરીના રોજ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યાં હતાં. લતાજી એડમિટ થયા ત્યારથી જ ઇન્ટેસિવ કેર યુનિટ (ICU)માં દાખલ કરાયેલાં છે. ડૉક્ટરના જણાવ્યા પ્રમાણે, લતાજી સંપૂર્ણપણ સ્વસ્થ નહી હોવાથી હજી થોડાં દિવસ ઇન્ટેસિવ કેર યુનિટ (ICU)માં જ રહેશે.
લતા મંગેશકર, તેમનાં બહેન ઉષા મંગેશકર તથા ભાઈ હૃદયનાથ મંગેશકરના પરિવાર સાથે પેડર રોડ પર સ્થિત ઘરમાં રહે છે. પરિવારના અન્ય સભ્યો સુરક્ષિત છે. ઘરમાં કામ કરતાં હાઉસ હેલ્પરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને દીદી તેના સંપર્કમાં આવ્યા હતા. આથી લતાજીનો ટેસ્ટ કરાવ્યો તો તે પોઝિટિવ આવ્યો હતો. હાલમાં તેઓ અન્ડર ઓબ્ઝર્વેશનમાં છે.
લતા મંગેશકર સ્ટૂડિયોઝ એન્ડ મ્યૂઝિકના ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસર (CEO) મયુરેશ પઈએ કહ્યું હતું કે લતાદીદીને કોરોનાને કારણે શનિવાર ને 8 જાન્યુઆરીએ મોડી રાતના બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અત્યારે તેઓ ICUમાં છે અને સારવાર ચાલે છે.
ડૉક્ટર્સે કહ્યું હતું કે તેઓ ઠીક થઈ જશે, પરંતુ ઉંમર વધારે હોવાને કારણે સંપૂર્ણ સ્વસ્થ થતાં થોડો સમય લાગશે. આ પહેલાં 2019માં લતા મંગેશકરને શ્વાસ લેવામાં તકલીફ થતાં 28 દિવસ હોસ્પિટલમાં દાખલ કરાયાં હતાં.
આ પણ વાંચો.........
પબજીમાં દવાના વેપારીના દીકરાએ 17 લાખ રૂપિયા ગુમાવ્યા, પિતરાઇ ભાઇ સહિત ચાર લોકોની ધરપકડ
આ પાંચ ફિચર્સથી બદલાઇ જશે Whatsapp યૂઝર્સને એક્સપીરિયન્સ, જાણો વિગતે