મુંબઈઃ ‘બિગ બૉસ’નો સૌથી ગુસ્સાવાળા સ્પર્ધક શ્રીસંતે તેને જેલમાં મોકલવા પર હંગામો મચાવ્યો છે. આ અઠવાડિયે ઘરવાળાઓએ પારસ્પરિક સંમતિથી શ્રીસંત, શિવાશીષ અને જસલીનને કાલ કોઠરીની સજા સંભળાવી હતી, ત્યારબાદ ઘરમાં હંગામો શરૂ થઈ ગયો હતો. જસલીન અને શ્રીસંતે જેલ જવાની ના કહી હતી. બંને જેલમાં ના જવાને લઇને અડગ રહ્યા. ત્યારબાદ શિવાશીષ કોઇક રીતે શ્રીસંતને જેલ જવા પર મનાવતો રહ્યો.
2/4
જેલમાં આવ્યા બાદ શ્રીસંત સૌથી પહેલા તેનું માઇક ઉતારીને ફેંકે છે અને ‘બિગ બૉસ’ પર ગુસ્સો નીકાળે છે. ગુસ્સામાં શ્રીસંત ‘બિગ બૉસ-12’ને સૌથી ખરાબ શૉ ગણાવે છે, ત્યારબાદ સુરભિ સાથે તેની લડાઈ થાય છે.
3/4
બિગ બોસનાં સૌથી ગુસ્સાવાળા કંટેસ્ટંટ શ્રીસંત પર સલમાન ખાનનો ગુસ્સો સાતમાં આસમાને પહોંચી ગયો હતો. શનિવારે રાત્રે આવનારા વિકેન્ડ કા વારમાં તે શ્રીસંતની ક્લાસ લેતો નજર આવશે.
4/4
બાદમાં સલમાન શ્રીસંતને પુછ્યુ કે તને કઇ વાતનો ઘમંડ છે..? શ્રીસંતનાં જવાબથી સલમાન ખાનની નારાજગી વધુ વધી ગઇ અને તેણે શ્રીસંતને 'રિડિક્યુલસ' કહી દીધો. શ્રીસંતનું વર્તન શોનાં મોટાભાગનાં સભ્યો સાથે ઘણું જ તોછડાઇ ભર્યુ હતું અને તેનાંથી સૌ કોઇ નારાજ હતાં.