પોલીસ કર્મી નિર્મલ સિંહ અને વકીલ રોમિલ ચૌધરીની જોડી પણ બિગ બૉસમાં જોવા મળશે. રોમિલે પ્રોમોમાં ખુલાસો કર્યો હતો કે નિર્મલને બહુ જ ગુસ્સો આવે છે.
2/11
યુવા સિંગર જસલીન મથારુ પણ ભજન કિંગ અનુપ જલોટા સાથે સલમાન ખાનના શો બિગ બોસની સીઝન 12માં સામેલ થઈ છે. જસલીને આલબમ લવ ડે લવ ડે થી ડેબ્યૂ કર્યું હતું. સિંગર અનુપ જલોટા સાથે જોવા મળશે.
3/11
‘ઇશ્કબાજ’ શો ની એક્ટ્રેસ સૃષ્ટિ રોડે પણ બિગ બોસ 12માં સામેલ લોકોની યાદીમાં સામેલ છે. સૃષ્ટિ બોયફ્રેન્ડ મનીષ નાગદેવ સાથે શોમાં સામેલ થઈ શકે છે. જો કે હાલમાં હજુ પુષ્ટિ થઈ નથી.
4/11
ભારતી અને તેનો પતિ હર્ષ આ સીઝનની પહેલી જોડી હતી જે દર્શકોની સામે આવી હતી. ગોવામાં બિગ બોસનાં ગ્રેન્ડ લૉન્ચમાં સલમાન ખાને આ જોડીનો સલમાને ખુલાસો કર્યો હતો.
5/11
આઈપીએલ 2013માં સ્પોટ ફિક્સિંગમાં સંડોવાયેલા ક્રિકેટર શ્રીસંત પણ બીગ બોસમાં જોવા મળશે.
6/11
મુંબઈ: વિવાદિત અને લોકપ્રિય રિયાલિટી શો બિગ બોસની 12મી સીઝન રવિવારથી શરૂ થઈ રહી છે. સલમાન ખાન એકવાર ફરી શો હોસ્ટ કરશે. આ વખતે શો માં 21 કન્ટેસ્ટેન્ટ લગભગ ત્રણ મહિના સુધી ઘરમાં રહેશે. શો ની ઓપનિંગ સેરેમની રાત્રે 9 વાગે શરુ થશે. જેનું પ્રસારણ કલર્સ ચેનલ પર કરવામાં આવશે. આ વખતે શોના કન્સેપ્ટમાં ઘણો ફેરફાર કરવામાં આવ્યો છે. પહેલીવાર બિગ બોસમાં સામેલ થનારા પ્રતિસ્પર્ધી જોડીઓમાં જોવા મળશે. જેની સંભવિત યાદી પણ સામે આવી છે.
7/11
ટીવી શો આઇ કમ ઇન મેડમ ફેમ નેહા પેંડસે પણ ભાગ લેશે. આ પહેલા નેહા કોમેડિયન કપિલ શર્માના શો ફેમિલી ટાઈમને હોસ્ટ કરી ચુકી છે.
8/11
‘સસુરાલ સિમર કા’ ફેમ દીપિકા કક્કડ પણ બિગ બૉસમાં જોવા મળશે. દીપિકાએ ફિલ્મ ‘પલટન’થી બોલીવુડમાં ડેબ્યૂ કર્યું છે. ઉલ્લેખનીય છે કે દીપિકા તેના બૉયફ્રેન્ડ શોએબ ઇબ્રાહિમ સાથે લગ્ન કરીને ધર્મ બદલવાને લઇને ચર્ચામાં આવી હતી.
9/11
આ સિવાય સુરભી રાણા અને ક્રિતી વર્મા, રોશની બનિક અને મિતલ જોષી, દિપક ઠાકુર અને ઉર્વશી વાની, શિવાશિશ મિશ્રા અને સૌરભ પટેલ, સભા ખાન અને સોમી ખાનની જોડી પણ બીગ બોસમાં જોવા મળશે.
10/11
11/11
ભજન સિંગર અનૂપ જલોટા બિગ બોસમાં જોવા મળશે. અનુપ જલોટા લગભગ 65 વર્ષના છે. એવામાં તેઓ બીગ બોસના ઘરમાં એન્ટ્રી કરનારા અત્યાર સુધીના સૌથી વધુ ઉમર ધરાવતા કંટેસ્ટેન્ટ છે.