શોધખોળ કરો
Advertisement
Bigg Bossમાં સિદ્ધાર્થની જીતને ફિક્સ ગણાવી ચેનલની કર્મચારીએ છોડી નોકરી, હવે ચેનલે કર્યો મોટો ખુલાસો
હવે જ્યારે આ ટ્વીટ વાયરલ થયુંતો લોકોએ કલર્સ ચેલનો જ બોયકોટ કરવાની માગ કરી છે.
નવી દિલ્હીઃ બિગ બોસ સીઝન 13ના વિજેતા જ્યારથી સિદ્ધાર્થ શુક્લા બન્યા છે ત્યારથી શો અલગ જ વિવાદમાં આવી ગયોછે. પહેલા તો માત્ર ટ્વિટ પર લોકો સિદ્ધાર્થ શુક્લા અને કલર્સ ચેનલને ટ્રોલ કરી રહ્યા હતા પરંતુ હવે કલર્સની એક એમ્પ્લોઈએ પણ સિદ્ધાર્થને શોનો વિજેતા બનાવવા પર નારાજગી વ્યક્ત કરી છે. તે એટલી ગુસ્સામાં છે કે તેણે પોતાની નોકરીમાંથી રાજીનામું આપી દીધું છે. તેણે ટ્વીટ કરીને પોતાનું રાજીનામું આપ્યું છે.
કલર્સની એમ્પ્લોઈએ ટ્વીટ કર્યું કે, ‘ચેનલના ક્રિએટિવ ડિપાર્ટમેન્ટની સાથે કામ કરીને ઘણો સારો સમય વિતાવ્યો પરંતુ એક fixed શોનો હિસ્સો બનીને હું ખુદને આટલી નીચે સુધી ન લઈ જઈ શકું. ઓછા મત છતાં ચેનલ સિદ્ધાર્થ શુક્લાને વિનર બનાવવા માગે છે. સોરી હું તેનો ભાગ નહીં બની શકું.’
હવે જ્યારે આ ટ્વીટ વાયરલ થયુંતો લોકોએ કલર્સ ચેલનો જ બોયકોટ કરવાની માગ કરી છે. ટ્વિટર પર #boycottcolorstv ટ્રેન્ડ કરી રહ્યું છે. લોકો સિદ્ધાર્થ શુક્લાની જીતને પહેલેથી સ્ક્રિપ્ટેડ હોવાનું કહી રહ્યા છે. કેટલાક યૂઝર તો તેને fixed હોવાનું કહી રહ્યા છે.I have decided to quit my job at @ColorsTV. I had a tremendous time working with the creative department but I can't demean myself being part of a fixed show. The channel is keen on making Siddharth Shukla the Winner despite less votes. Sorry, I can't be part of it. #BiggBoss
— Feriha (@ferysays) February 15, 2020
— COLORS (@ColorsTV) February 17, 2020જોકે વિવાદ વધતા હવે કલર્સે પણ આ મામલે પ્રતિક્રિયા આપી છે. કલર્સ ટીવી શોએ આ સંબંધે ટ્વીટ કરીને કહ્યું છે કે "અમે કલર્સ ટીવીની તરફથી સ્પષ્ટતા કરીએ છીએ કે બિગ બોસ 13 પર આરોપ લગાવનારી ફેરિહા નામની કોઇ પણ મહિલા ચેનલમાં કામ નથી કરતી. અમારો તેનાથી અને તેના કોઇ ટ્વિટમાં કરેલા દાવાથી કોઇ સંબંધ નથી." ચેનલે આગળમાં કહ્યું છે કે "ફેરિહા નામની મહિલાની તરફથી અમારી ચેનલ, અમારા પ્રવક્તાઓ અને ટેલેન્ટ પર ઉઠાવેલા સવાલ પોકળ છે. તેમાં કોઈ સત્ય નથી. અમે અમારા વ્યૂઅર્સ અને ફેન્સને નિવેદન કરીએ છીએ કે આવા અનઅધિકૃત સોર્સની વાતો પર ભરોસો ન કરો."
ઉલ્લેખનીય છે કે શોના વિનર સિદ્ધાર્થ શુક્લાએ પોતાના પર લાગેલા આરોપ પર મૌન તોડ્યું છે. અને આ શો ફિક્સ્ડ હોવાની વાતને નકારી છે. સિદ્ધાર્થ શુક્લાએ ઇન્ડિયન એક્સપ્રેસમાં આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે આ દુખી કરતી વાત છે. લોકો શો વિશે આ રીતે વિચારી રહ્યા છે. મેં આ ટાઇટલ એક જર્ની પસાર કર્યા પછી મેળવ્યો છે. અને આ પર કોઇ સવાલ ઉઠાવે તો દુખ થાય છે. હું આવા વિચારો વાળા લોકો માટે સોરી ફિલ કરું છું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion