શોધખોળ કરો
સલમાન માટે આઘાતજનક સમાચારઃ કોર્ટે ફટકારી પાંચ વર્ષની જેલ, જવું પડશે જેલમાં
1/4

જોધપુરઃ રાજસ્થાનના જોધપુરની કોર્ટે કાળિયારના શિકાર મામલે ફિલ્મ સ્ટાર સલમાન ખાનને દોષિત જાહેર કર્યો હતો અને પાંચ વર્ષની જેલની સંભળાવી હતી. સજાની સાથે તેને 10 હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. જ્યારે સલમાન ખાન સિવાયના બાકીના તમામ ફિલ્મ સ્ટાર્સ નિર્દોષ છૂટ્યા છે. સલમાન ખાનને જેલમાં મોકલવામાં આવશે. સલમાનને જોધપુર સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવશે.
2/4

2 ઓક્ટોબર 1998ના રોજ ગુડા બિશ્નોઇના રહેનારા લોકોએ વન વિભાગની ઓફિસ આવીને સલમાન ખાન તથા ફિલ્મ સ્ટાર્સે બે કાળિયારનો શિકાર કર્યો હોવાનો આક્ષેપ મૂકીને ફરિયાદ કરી હતી. ગુડા બિશ્નોઇના લોકો ફટાકડાના અવાજને કારણે ચોંકી ઉઠ્યા હતા અને ગામની આસપાસ એક મારૂતિ જિપ્સીની શંકાસ્પદ મૂવમેન્ટ જોવા મળી હતી. આ જીપ્સી સ્ટાર્સની હતી તેવો ખુલાસો થયો હતો.
Published at : 05 Apr 2018 12:26 PM (IST)
Tags :
Salman KhanView More























