શોધખોળ કરો

Gujarat Rain Update: રાજ્યમાં મેઘરાજાની તોફાની બેટિંગ, વરસાદના કારણે 186 રસ્તાઓ બંધ

આજે વહેલી સવારથી જ રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે.  વલસાડ જિલ્લામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતાં જનજીવનને અસર પહોંચી છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ચોમાસાએ ગતિ પકડી, ભારે વરસાદ.
  • વલસાડમાં બે કલાકમાં છ ઇંચ વરસાદ, 186 રસ્તા બંધ.
  • એક નેશનલ, ત્રણ સ્ટેટ હાઈવે સહિત પંચાયત માર્ગો બંધ.
  • હવામાન વિભાગે સાત દિવસ અતિભારે વરસાદની આગાહી કરી છે.

Gujarat Rain Updates: રાજ્યમાં ચોમાસાએ ગતિ પકડી છે.  દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આજે મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. આજે વહેલી સવારથી જ રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે.  વલસાડ જિલ્લામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતાં જનજીવનને અસર પહોંચી છે. સવારથી શરૂ થયેલા મુશળધાર વરસાદના કારણે માત્ર બે કલાકમાં 6 ઈંચ વરસાદ નોંધાયો હતો.જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં પણ ભારે વરસાદ વરસ્યો છે. રાજ્યમાં ભારે વરસાદ પડતા 186 રસ્તાઓ બંધ થયા હતા. 

પંચાયત હસ્તકના 179 માર્ગો બંધ

ગુજરાતમાં  ભારે વરસાદના કારણે એક નેશનલ હાઈવે બંધ થયો હતો.  જ્યારે ત્રણ સ્ટેટ હાઈવે અને ત્રણ અન્ય માર્ગો પણ બંધ કરવામાં આવ્યા હતા. આ સિવાય પંચાયત હસ્તકના 179 માર્ગો બંધ કરવામાં આવ્યા હતા.  પાણીના પ્રવાહ અને ક્ષતિગ્રસ્ત થવાથી રસ્તાઓ બંધ કરવામાં આવ્યા હતા. સુરત જિલ્લાના પંચાયત હસ્તકના 12 માર્ગો બંધ કરવામાં આવ્યા હતા. 

વહેલી સવારથી જ ભારે વરસાદ

આ સિવાય  ખેડા અને નવસારીનો એક-એક સ્ટેટ હાઈવે બંધ કરવામાં આવ્યો હતો. તાપી જિલ્લાના પંચાયત હસ્તકના 31 માર્ગો બંધ કરાયા. નવસારી જિલ્લામાં પણ આજે વહેલી સવારથી જ ભારે વરસાદ વરસી રહ્યો છે.  નવસારી જિલ્લાના પંચાયત હસ્તકના 40 માર્ગો બંધ કરવામાં આવ્યા છે. વલસાડ જિલ્લાના પંચાયત હસ્તકના 44 માર્ગો બંધ કરવામાં આવ્યા છે. વલસાડમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ડાંગ જિલ્લાના પંચાયત હસ્તકના 36 માર્ગો બંધ કરાયા છે.  જૂનાગઢ જિલ્લાના પંચાયત હસ્તકના 13 માર્ગો બંધ કરવામાં આવ્યા છે. 

ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

ગુજરાતના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. આગામી દિવસોમાં  રાજ્યમાં  વરસાદની તીવ્રતા વધવાની શક્યતા છે. હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી વરસાદની આગાહી કરી છે.  એકસાથે અનેક વેધર સિસ્ટમ સક્રિય થતાં આગામી સાત દિવસ દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.  હવામાન વિભાગે લોકોને સાવચેત રહેવા અને બિનજરૂરી મુસાફરી ટાળવાની સલાહ આપી છે. 

આ પણ વાંચો- Gujarat Rain: ચોમાસાની જમાવટ, સિઝનનો સરેરાશ 8.46 ટકા વરસાદ, સરદાર સરોવર ડેમ 64 ટકા ભરાયો

હવામાન વિભાગની આગાહી અનુસાર,  રાજ્યમાં એકસાથે 6 સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે.  ટ્રફ, શેયર ઝોન, અપર એર સાકલોનીક સર્ક્યુલેશન, સીઝનલ ટ્રફ, લો પ્રેશર સક્રિય થયું છે.  હવામાનના લેટેસ્ટ અપડેટ અનુસાર,  આગામી 48 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને જુનાગઢ, અમરેલી,  ગીર સોમનાથ,  દીવમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
અંબાલાલ પટેલની આગાહી: 3 દિવસ બાદ ફરી જામશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 
અંબાલાલ પટેલની આગાહી: 3 દિવસ બાદ ફરી જામશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’
TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’
માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી
માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનના ગાન અંગે ભારત સરકારની નવી માર્ગદર્શિકા જાહેર: જાણો નિયમો

Embed widget