શોધખોળ કરો
Advertisement
બોલીવુડના આ ફિલ્મ સ્ટાર ગર્લફ્રેન્ડને મળવાની મંજૂરી આપવા મુંબઈ પોલીસને કરશે અરજી, જાણો વિગત
અલીએ ઋચાને મળવાની ઈચ્છા વ્યક્ત કરતાં કહ્યું કે, હું મુંબઈ પોલીસની મંજૂરી લઈને તેને મળવા ઈચ્છુ છું.
મુંબઈઃ કોરોના વાયરસના કારણે દેશભરમાં લોકડાઉન વધારવામાં આવ્યું છે. આ સ્થિતિમાં અનેક લોકો તેમના ઘરથી દૂર ફસાઈ ગયા છે તો કેટલાકે લગ્ન સ્થગિત કરવા પડ્યા છે. બોલીવુડ એક્ટર અલી ફઝલ અને ઋચા ચઢ્ઢાએ કોરોના વાયરસના કારણે લગ્ન હાલ પૂરતા સ્થગિત કરી દીધા છે.
આ દરમિયાન અલી ફઝલ અને ઋચા એકબીજા સાથે વીડિયો કોલ દ્વારા સંપર્કમાં રહે છે. બંને એક બીજાને મળવા આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તાજેતરમાં અલી ફઝલે ઋચાને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
અલીએ ઋચાને મળવાની ઈચ્છા વ્યક્ત કરતાં કહ્યું કે, હું મુંબઈ પોલીસની મંજૂરી લઈને તેને મળવા ઈચ્છુ છું. તાજેતરમાં એક ઈન્ટરવ્યૂ દરમિયાન અલી ફઝલે મસ્તીના અંદાજનમાં કહ્યું હતું કે, ક્વોરેન્ટાઈન દરમિયાન ઋચા વગર રહેવું ઘણું મુશ્કેલ થઈ ગયું છે. મુંબઈ પોલીસની મંજૂરી લઈને તેને મળવા જવાનું વિચારું છું.
ઈન્ટરવ્યૂમાં તેણે લગ્નને વાત કરતાં કહ્યું, હાલ અમારા લગ્ન ટાળી દેવામાં આવ્યા છે, જેનું મને ઘણું દુઃખ છે. અમે કોઈ જાતનું એડવાન્સ બુકિંગ નહોતું કરાવ્યું કે કોઈ ચીજ માટે પૈસા ચુકવ્યા. તેથી અમારા પૈસા બચી ગયા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
દુનિયા
Advertisement