શોધખોળ કરો
સલમાનની કોરિયોગ્રાફર વિદેશમાં મોડલ્સ પાસે કરાવતી હતી દેહવ્યાપાર, જાણો કોણ છે?

1/5

જ્યારે મોડલ કેન્યા પહોંચી તો ત્યાં તેને રાજિયા પટેલ નામની મહિલા નૈરોબી લઈ ગઈ હતી. અહીં તેની સાથે જબરદસ્તી દેહવ્યાપાર કરાવવાનો પ્રયાસ કરાવવામાં આવ્યો હતો. અગ્નેસ હંમેશા મલેશિયા આવતી-જતી રહેતી હતી. ત્યાં મીટિંગ કરવામાં આવતી હતી અને ડિમાન્ડ હોવા પર છોકરીઓને વિદેશ મોકલવામાં આવતી હતી.
2/5

સુત્રો પ્રમાણે, પોલીસને આ કોરિયોગ્રાફર પાસેથી આપત્તિજનક ક્લિપો પણ મળી આવી છે. આ મામલાનો ખુલાસો ત્યારે થયો હતો જ્યારે કેન્યા સરકારે એક મોડલને ડિપોર્ટ કરી ભારત પરત મોકલી આપી હતી. મોડલે પોલીસને જણાવ્યું હતું કે, અગ્નેસે તેણે કહ્યું હતું કે, કેન્યામાં એક કોન્સર્ટ છે.
3/5

અગ્નેસ મુંબઈમાં ડાન્સ ક્લાસ ચલાવે છે. તેના ડાન્સ ક્લાસમાં કેટલીએ મોટી-મોટી હસ્તીઓના બાળકો અને મોડલ્સ પણ આવે છે. ડાન્સ ક્લાસમાં આવતી છોકરીઓને તે દેહવ્યાપાર કરવા માટે મજબૂર કરતી હતી. આ ઉપરાંત છોકરીઓને કોન્સર્ટના નામે ખાડી અને આફ્રિકી દેશોમાં વેશ્યાવૃત્તિ માટે મોકલતી હતી. જ્યાં તેમની સાથે જબરદસ્તી દેહવ્યાપાર કરાવવામાં આવતો હતો.
4/5

56 વર્ષીય અગ્નેસ હેમિલ્ટનની મુંબઈ પોલીસ પૂછપરછ કરી રહી છે. આ મહિલાએ જણાવ્યું હતું કે, તેણે સુશાંત સિંહ રાજપુત માટે પણ કોરિયોગ્રાફી કરી છે. આ સાથે તેણે ડેજી શાહને પણ કોરિયોગ્રાફી શીખવાડી છે. અગ્નેસનો દાવો છે કે, તે ગણેશ આચાર્ય અને પ્રભૂદેવાને આસિસ્ટ કરી ચુકી છે.
5/5

મુંબઈ: બોલીવુડમાં સલમાન ખાન જેવા સુપરસ્ટારને કોરિયોગ્રાફ કરી ચુકેલી એક કોરિયોગ્રાફર પર સેક્સ રેકેટ ચલાવવાનો આરોપ લાગ્યો છે. આ મહિલા ડાન્સરની મુંબઈ પોલીસે ધરપકડ કરી છે. આ મહિલાએ મોટા-મોટા સ્ટાર્સને ડાન્સ શિખવાડ્યો હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. આ મહિલાનું નામ છે અગ્નેસ હેમિલ્ટન.
Published at : 19 Nov 2018 02:39 PM (IST)
View More
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
બિઝનેસ
ધર્મ-જ્યોતિષ
Advertisement