ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મમાં પ્રભાસની સાથે જેકી શ્રૉફ, શ્રદ્ધા કપૂર, નીલ નીતિન મુકેશ. ચંકી પાંડે અને મંદિરા બેદી પણ દેખાશે. ફિલ્મનું બજેટ 150 કરોડ રૂપિયા હોવાનું કહેવાઈ રહ્યું છે.
2/5
પ્રભાસે કહ્યું કે, મોટાભાગની ફિલ્મમાં એક્શન સીન્સમાં 70 ટકા CJI હોય છે અને 30 ટકા રિયલ હોય છે પણ અબુધાબીમાં અમે વાસ્તવિકતાને એક નવા સ્તરે લઈ ગયા છીએ. તાજેતરમાં જ પ્રભાસ સુપરબાઈક પર એક્શન સિક્વન્સ કરતો પણ દેખાયો હતો.
3/5
પ્રભાસે આ વિશે જણાવ્યું કે, અમે આ વિશે ઘણા સમયથી પ્લાન કરી રહ્યાં હતા અને તેના માટે એક્શન ડિરેક્ટર કેની બેટ્સને બે વર્ષ પહેલા મળ્યા હતા. કેનીને અબુધાબીના લોકેશન્સ પસંદ આવ્યા. તે આખું શૂટ રિયલ કાર્સ સાથે લાઈવ કરાવવા માગતો હતો. આ ફિલ્મના 90 ટકા શૉટ્સ અસલી છે અને તેમાં કોઈપણ પ્રકારની ટેકનીક કે CGIનો ઉપયોગ થયો નથી.
4/5
રિપોર્ટ્સ અનુસાર ફિલ્મના એક એક્શન સીનને ફિલ્માવવા માટે 37 ગાડીઓને ક્રેશ કરવામાં આવી. અસલમાં ફિલ્મ નિર્માતા ઈચ્છતા હતા કે, ફિલ્મમાં CGIનો ઉપયોગ ઓછામાં ઓછો થાય. ફિલ્મમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટેકનીકને બદલે રિયલ એલિમેન્ટ્સને મહત્વ આપવામાં આવી રહ્યું છે.
5/5
નવી દિલ્હીઃ સાઉથ ઇન્ડિયન ફિલ્મોની વાત કરીએ તો તે એક્શન સીક્વેન્સથી ભરપૂર હોય છે. પરંતુ બાહુબલી પ્રભાસની સાહોમાં તો કંઈક એવું જોવા મળ્યું કે, જેના વિશે તમે ક્યારેય વિચાર્યું નહીં હોય. હાલમાં પ્રભાસ યૂએઈમાં ફિલ્મ સાથે જોડાયેલ એક્શન સીક્વન્સનું શૂટિંગ કરી રહ્યા છે. મીડિયા અહેવાલ અનુસાર આ એક એક્શન સીન માટે 90 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ સીનને રિયાલિસ્ટિક બનાવવા માટે તેમાં અસલી લક્ઝરી કારનો ઉપયોગ પણ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, આ સીક્વન્સને ફિલ્માવવા માટે ખાસ ઇન્ટરનેશનલ સ્ટન્ટ કોરિયોગ્રાફર કેની બેટ્સને બોલાવવામાં આવ્યા છે.