શોધખોળ કરો
Advertisement
સલમાન ખાનના એક ટોપ બોલિવૂડ એક્ટર સાથે થયા અબોલા, ફરીથી કારણ બની કેટરીના કૈફ, જાણો વિગતે
આ એ જ વિકી કૌશલ છે જેણે થોડા સમય પહેલ સલમાનની સામે મજાક મજાકમાં કેટરીના કૈફની સામે પોતાના દિલની વાત વ્યક્ત કરી હતી.
મુંબઈઃ બોલિવૂડમાં સલમાન ખાનના મિત્રોની કોઈ કમી નથી તો કેટલાક એવા એક્ટર પણ છે જેને તે પસંદ નથી કરતા. એક વખત જે તેના ફ્રેન્ડ લિસ્ટમાંથી બહાર થઈ જાય તોને તે ક્યારેય માફ નથી કરતા. સલમાનની આવી જ યાદીમાં વધુ એક નામની એન્ટ્રી થઈ છે, જે સલમાનને બિલકુલ પસંદ નથી. આ નામ છે વિકી કૌશલનું અને વિકીની ભૂલ એટલી જ છે કે તેણે સલમાનની ખાસ ફ્રેન્ડ કેટરીના કૈફ સાથે મિત્રતા કરી.
આ એ જ વિકી કૌશલ છે જેણે થોડા સમય પહેલ સલમાનની સામે મજાક મજાકમાં કેટરીના કૈફની સામે પોતાના દિલની વાત વ્યક્ત કરી હતી. સામે બેઠેલ સલમાન હસતા હસતા તેની સામે જોઈ રહ્યો હતો. વિકી કૌશલ હિન્દી ફિલ્મોમાં ઝડપથી ઉભરતા હીરો છે, જેને આવનારા સમયનો સુપર સ્ટાર કહેવામાં આવે છે. પરંતુ પાછલા ઘણાં મહિનાથી વિકી કૌશલની ફિલ્મોની સાથે સાથે કેટરીના સાથે તેની મિત્રતા પણ ચર્ચામાં રહી છે.
થોડા જ સમયમાં કેટરીના અને વિકી કૌશલ ઝડપથી એક બીજાની નજીક આવી ગયા છે. અવાર નવાર તેમની મુલાકાતના અહેવાલ સામે આવી રહ્યા છે. થોડા દિવસ પહેલા જ બન્ને એક ફિલ્મ જોવા થિયેટરમાં જોવા મળ્યા હતા. દીવાળીની પાર્ટીમાં બન્ને આગળ પાછલ પહોંચ્યા અને બાદમાં એક મિત્રને ત્યા છૂપી રીતે મળ્યા હતા.
કેટરીના ફરી એકવાર સલમાનને ઝાટકો આપીને વિકી પાસે જતી રહી છે. વિકી અને કેટરિનાની ખબરો સાંભળીને સલમાને વિકીને તેની ગુડ બુકની બહાર કરી નાંખ્યો છે. જો કે કેટરિનાના કારણે સલમાન નારાજ થયો હોય એવો વિકી પહેલો હીરો નથી. આ પહેલા રણબીર કપૂર પણ આ રીતે નિશાનામાં આવી ચૂક્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement