શોધખોળ કરો
Advertisement
બોલિવૂડની આ ફેમસ સિંગર જે શહેરમાં ભાડાના મકાનમાં રહેતી હતી તે જ સીટીમાં બનાવ્યો ભવ્ય બંગલો
નેહા કક્કડે થોડા સમય પહેલાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઋષિકેશમાં પોતાના બંગ્લાનો ફોટો શેર કરતાં જૂની યાદોને તાજી કરી હતી
મુંબઈ: ઈન્ડિયન આઈડોલની સિઝન-2થી કન્ટેસ્ટન્ટ તરીકે પોતાની કારકિર્દી શરૂ કરનાર નેહા કક્કડ બોલીવુડમાં જાણીતી પ્લેબેક સિંગર બની ગઈ છે. નેહા કક્કડે થોડા સમય પહેલાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઋષિકેશમાં પોતાના બંગ્લાનો ફોટો શેર કરતાં જૂની યાદોને તાજી કરી હતી. નેહાએ ફોટો શેર કરવાની સાથે એક ઈમોશનલ પોસ્ટ પણ લખી હતી. જે નિશ્ચિતરૂપે તેના ચાહકો માટે પ્રેરણા આપનારો સાબિત થશે.
નેહાએ ફોટાનાં કેપ્શનમાં લખ્યું હતું કે, આ એ જ બંગ્લાનો ફોટો છે, જે અમે ખરીદ્યો છે. જમણી બાજુ સ્વાઈપ કરીને તમે એ ફોટો પણ જોઈ શકો છો. જે ઘરમાં મારો જન્મ થયો હતો. આ 1 રૂમનાં ઘરમાં ભાડેથી રહેતા હતા. જેમાં મારી માતા એક ટેબલ પર રસોઈ બનાવતી જે અમારું રસોડું હતું. અને તે રૂમ પણ અમારો ન હતો, અમે તેના માટે ભાડું ભરતા હતા. અને આજે જ્યારે એજ શહેરમાં હું મારો પોતાનો બંગ્લો જોઉ છું તો હું ઈમોશનલ થઈ જાઉ છું.
નેહાની આ પોસ્ટ પર ઈન્ડિયન આઈડોલનાં હોસ્ટ અને નેહાનાં દોસ્ત આદિત્ય નારાયણે પણ કમેન્ટ કરી હતી. આદિત્યે નેહાનાં પોસ્ટ પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે, દ્રઢ સંકલ્પ, ધૈર્ય અને સખત મહેનતનાં માધ્યમથી કોઈ પણ વ્યક્તિ જે મેળવે છે તેનું જીવતું જાગતું ઉદાહરણ આ છે.
ઉલ્લેખનીય છેકે, નેહાએ હાલરમાં જ થોડા વર્ષોમાં એકથી ચડિયાતા એક ડિટ સોંગ ગાયા છે. જેમાં આંખ મારે, દિલબર, મોરની બનકે જેવા ગીતો સામેલ છે. નેહા ઈન્ડિયન આઈડોલનાં બીજી સિઝનમાં એક કન્ટેસ્ટન્ટનાં રૂપમાં પ્રસિદ્ધ થઈ અને બાદમાં તે જ શોમાં જજ તરીકે પણ દેખાઈ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ટેકનોલોજી
બિઝનેસ
Advertisement