Aamir Khan Quits Social Media: આમિર ખાને સોશિયલ મીડિયા છોડવાની જાહેરાત કરી, અંતિમ પોસ્ટ શૅર કરી કહી આ વાત
આજે તેમણે પોતાની અંતિમ પોસ્ટ શેર કરી જેમાં તેમણે ઘણી વાતો લખી છે. તેમણે પ્રેમ આપવા બદલ ફેન્સનો આભાર માન્યો છે. 14 માર્ચના રોજ આમિર ખાને 55મો જન્મદિવસની ઉજવણી કરી હતી. જન્મદિવસના એક દિવસ બાદ એટલે કે 15 માર્ચના રોજ આમિર ખાને જાહેરાત કરી છે કે તે સોશિયલ મીડિયા છોડી રહ્યો છે. ફેન્સને આશા નહોતી કે આમિર આ રીતની કોઈ જાહેરાત કરશે.
મુંબઈ: બોલીવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાને સોશિયલ મીડિયાને અલવિદા કહી દિધુ છે. આજે તેમણે પોતાની અંતિમ પોસ્ટ શેર કરી જેમાં તેમણે ઘણી વાતો લખી છે. તેમણે પ્રેમ આપવા બદલ ફેન્સનો આભાર માન્યો છે. 14 માર્ચના રોજ આમિર ખાને 55મો જન્મદિવસની ઉજવણી કરી હતી. જન્મદિવસના એક દિવસ બાદ એટલે કે 15 માર્ચના રોજ આમિર ખાને જાહેરાત કરી છે કે તે સોશિયલ મીડિયા છોડી રહ્યો છે. ફેન્સને આશા નહોતી કે આમિર આ રીતની કોઈ જાહેરાત કરશે.
આમિર ખાનના આ નિર્ણયથી ફેન્સ હેરાન થઈ રહ્યા છે. આ સમાચાર સામે આવ્યા બાદ ફેન્સને મોટો આંચકો લાગ્યો છે. ચલો હવે જણાવીએ કે આમિર ખાને તેમની અંતિમ પોસ્ટમાં શું લખ્યું છે.
આમિર ખાને સોશિયલ મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, 'મિત્રો, મારા જન્મદિવસ પર તમારા પ્રેમ અને શુભેચ્છા માટે આભાર. મારું હૃદય ભરાઈ ગયું. અન્ય સમાચાર એ છે કે સોશિયલ મીડિયામાં આ મારી છેલ્લી પોસ્ટ છે. હું અન્યમાં ઘણો જ એક્ટિવ છું. જેના કારણ મેં આ છોડવાનો નિર્ણય લીધો છે. પહેલાંની જેમ આપણે એકબીજા સાથે કમ્યુનિકેશન કરતાં રહીશું. વધુમાં AKPએ ઓફિશિયલ ચેનલ શરૂ કરી છે. ભવિષ્યમાં મારી તથા મારી ફિલ્મની અપડેટ્સ તમને અહીંથી મળી રહેશે. આ ઓફિશિયલ હેન્ડલ છે, @akppl_official. હંમેશાં બહુ બધો પ્રેમ.'
આમિર ખાને પોતાના પ્રોડક્શન હાઉસનું આધિકારીક ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ક્રિએટ કર્યું છે જ્યાં ફેન્સ પોતાના ફેવરીટ આમિર ખાનના સંપર્કમાં રહી શકે છે. ખાસ વાત એ છે કે આ ઈંસ્ટાથી તેમણે પોતાને ફોલો કર્યા છે. આમિર ખાને અચાનક સોશિયલ મીડિયા છોડવાનો નિર્ણય કેમ કર્યો તે કોઈને નથી સમજાઈ રહ્યું. પરંતુ રિપોર્ટ છે કે પોતાના આગામી પ્રોજેક્ટમાં કોઈ મુશ્કેલી ન થાય એટલા માટે તેમણે સોશિયલ મીડિયાને અલવિદા કહ્યું છે. આ પહેલા તેમણે થોડા સમય માટે ફોનનો ઉપયોગ ન કરવાનો નિર્ણય કર્યો હતો.
આમિર ખાન આ વર્ષે ક્રિસમસ પર લાલસિંહ ચઢ્ઢા રિલીઝ કરવા જઈ રહ્યા છે. રાજસ્થાનથી મુંબઈ પરત ફરીને 'લાલ સિંહ ચઢ્ઢા'નું શૂટિંગ શરૂ કર્યું છે. આમિરની ફિલ્મનું ડિરેક્શન અદ્વૈત ચંદને કર્યું છે. આમિરની ફિલ્મનું પોસ્ટ પ્રોડક્શનનું કામ ટૂંક સમયમાં શરૂ કરશે. ફિલ્મ આ વર્ષે ક્રિસમસમાં રિલીઝ થશે. ફિલ્મમાં આમિરની સાથે કરીના કપૂર, મોના સિંહ પણ છે.