Kabhi Eid Kabhi Diwali: સલમાન ખાનના જીજાજી આયુષ શર્માએ છોડી તેમની ફિલ્મ, આ એક્ટર કરશે રિપ્લેસ
સલમાન ખાનની ફિલ્મ 'કભી ઈદ કભી દિવાલી' હાલ ચર્ચામાં છે. આ ફિલ્મમાં સલમાન સાથે તેનો બનેવી આયુષ શર્મા જોવા મળવાનો હતો.
Kabhi Eid Kabhi Diwali: સલમાન ખાનની (Salman Khan) ફિલ્મ 'કભી ઈદ કભી દિવાલી' હાલ ચર્ચામાં છે. આ ફિલ્મમાં સલમાન સાથે તેનો બનેવી આયુષ શર્મા (Aayush Sharma) જોવા મળવાનો હતો. આ પહેલા સલમાન અને આયુષ ફિલ્મ 'અંતિમ'માં કામ કરી ચુકી છે. હવે એવા રિપોર્ટ્સ મળી રહ્યા છે કે, આયુષ હવે આ ફિલ્મમાં જોવા નહીં મળે. આયુષ કભી ઈદ કભી દિવાલીમાં સલમાનના ભાઈનો રોલ કરવાનો હતો, પરંતુ હવે આ પાત્રમાં જસ્સી ગિલ અથવા સિદ્ધાર્થ નિગમ એક જોવા મળશે.
ઝહીર ઈકબાલે આયુષ પહેલા આ ફિલ્મ છોડી દીધી હતી. જોકે, મેકર્સે ઝહીરે ફિલ્મ છોડવા અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. આયુષે ફિલ્મ છોડવા પાછળનું કારણ એ છે કે, ફિલ્મના દિગ્દર્શક ફરહાદ સામજી અને આયુષ વચ્ચે ક્રિએટીવ મતભેદ છે. આયુષ અને ફરહાદ વચ્ચેના મતભેદોને ઉકેલવા માટે સલમાન ખાને દરમિયાનગીરી કરવી પડી હતી.
સલમાન ખાને કહ્યું ફિલ્મ છોડી દેઃ
ઈટાઈમ્સના અહેવાલ મુજબ, આયુષ અને ડિરેક્ટર વચ્ચેના મતભેદોને દૂર કરવા માટે સલમાન ખાને દરમિયાનગીરી કરવી પડી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, ફિલ્મના નિર્માતા સલમાને આયુષને કહ્યું છે કે, જો તે મતભેદોને દૂર કરવામાં અસમર્થ હોય, તો શ્રેષ્ઠ વિકલ્પ ફિલ્મ છોડી દેવાનો રહેશે. સલમાન ખાનના સમર્થન બાદ જ આયુષે ફિલ્મ છોડવાનો નિર્ણય લીધો છે.
આયુષના બદલે આ એક્ટર્સ આવી શકેઃ
જો રિપોર્ટ્સનું માનીએ તો જસ્સી ગિલ અથવા સિદ્ધાર્થ નિગમ આયુષ શર્માનું સ્થાન લઈ શકે છે. હવે જોવાનું એ રહેશે કે બંનેમાંથી કોણ આ ફિલ્મમાં સલમાન ખાનના ભાઈની ભૂમિકામાં જોવા મળશે. કભી ઈદ કભી દિવાલીમાં સલમાન ખાન અને પૂજા હેગડે લીડ રોલમાં જોવા મળશે.
આ પણ વાંચોઃ