Hera Pheri 3 માં કામ કરવાની અક્ષયે ચોખ્ખી ના પાડી દીધી, તેની જગ્યાએ હવે આ હીરો દેખાશે, જાણો કેમ
અક્ષય કુમારે સોશ્યલ મીડિયા પરના સવાલોની માફી માંગી અને ફેન્સ સાથે માફી માંગતા કહ્યું કે, તે આ ફિલ્મને નથી કરી રહ્યો તેનુ દુઃખ તેને પણ છે
Hera Pheri 3: કૉમેડ ફિલ્મ જોનારાઓ માટે વધુ એક ખશખબરી પણ છે અને એક ઝટકો પણ છે, કેમ કે એક બાજુ હેરા ફેરીનો નવો ભાગ હેરા ફેરી 3 આવી રહ્યો છે, અને બીજીવાત એ છે કે આ ફિલ્મમાં સ્ટાર એક્ટર અક્ષય કુમાર નહીં જોવા મળે. આ ફિલ્મમાંથી અક્ષય કુમાર ખસી ગયો છે. જોકે, હજુ બહુ જલદી ફેન્સને હેરા ફેરી 3 જોવા મળશે.
રિપોર્ટનુ માનીએ તો ફિલ્મ હેરા ફેરીના ત્રીજા ભાગમાં અક્ષય કુમાર નહીં દેખાય, અને તેની જગ્યાએ હવે એક્ટર કાર્તિક આર્યન (Kartik Aryan) ને પ્રમૉટ કરવામાં આવ્યો છે. આ બધાની વચ્ચે અક્ષયે આ ફિલ્મ અંગે વાત કરતા મોટો ખુલાસો કર્યો છે. લોકોએ સોશ્યલ મીડિયા પર કાર્તિક આર્યનને ટ્રૉલ કરવાનુ શરૂ કરી દીધુ છે અને બીજીબાજુ અક્ષય કુમારને સવાલો કરવાના શરૂ કરી દીધા છે. જાણો આ અંગે અક્ષયે શું આપ્યા જવાબો -
હેરા ફેરી 3માં અક્ષય નહીં હોય, જાણો શું છે કારણ -
તાજેતરમાં જ હિન્દુસ્તાન ટાઇમ્સ સાથે વાત કરતાં અક્ષયે આ ફિલ્મનો ભાગ ના બનવા પર મોટો ખુલાસો કર્યો છે. અક્ષયે કહ્યું કે તે ફિલ્મનો ભાગ નહીં હોય, તેને કહ્યું મને ફિલ્મ ઓફર કરવામાં આવી હતી, મને આના વિશે બતાવવામાં આવ્યુ હતુ... પરંતુ સ્ક્રીનપ્લે, સ્ક્રિપ્ટ અને તમામ વસ્તુઓ...થી હુ સંતુષ્ટ ના હતો, મને તે કરવુ હતુ જે લોકો જોવા માંગે છે, અને એટલા માટે હું પાછળ હટી ગયો, મારા માટે આ મારો ભાગ છે. મારી જિંદગી, મારા સફરનો બહુ મોટો ભાગ છે.
અક્ષય કુમારે સોશ્યલ મીડિયા પરના સવાલોની માફી માંગી અને ફેન્સ સાથે માફી માંગતા કહ્યું કે, તે આ ફિલ્મને નથી કરી રહ્યો તેનુ દુઃખ તેને પણ છે, હું માફી માંગુ છું કે હું હેરા ફેરી 3 નથી કરવાનો. સૉરી.
જોકે, આ પહેલા ખબર એવી પણ હતી કે હેરા ફેરી 3 માટે ફિલ્મ મેકર ફિરોજ નડિયાદવાળાએ આ ફિલ્મ માટે કાર્તિક આર્યનને પસંદ કરી લીધો છે, અને આમાં તેમને મોટો ફાયદો થઇ રહ્યો છે. કેમ કે કથિત રીતે અક્ષયે ફિલ્મ માટે 90 કરોડ રૂપિયા અને નફાના ભાગની પણ માંગ કરી હતી, વળી, કાર્તિક આર્યન હવે 30 કરોડ રૂપિયામાં ફિલ્મ કરવા તૈયાર થઇ ગયો છે.