શોધખોળ કરો
Advertisement
હાથરસ ગેન્ગરેપ પર આયુષ્યમાન ખુરાનાએ પ્રિયંકા-અનુષ્કાની જેમ ઉઠાવ્યા સવાલો, શું કહ્યું, જાણો વિગતે
ઉત્તરપ્રદેશના હાથરસ તથા બલરામપુરમાં થયેલા સામૂહિક બળાત્કાર અને હત્યા મામલે બૉલીવુડ અભિનેતા આયુષ્યમાન ખુરાનાએ ચિંતા વ્યક્ત કરી છે
મુંબઇઃ ઉત્તરપ્રદેશના હાથરસ તથા બલરામપુરમાં થયેલા સામૂહિક બળાત્કાર અને હત્યા મામલે બૉલીવુડ અભિનેતા આયુષ્યમાન ખુરાનાએ ચિંતા વ્યક્ત કરી છે. આયુષ્યમાન ખુરાના આ મામલે છોકરાઓના પાલન પોષણ પર સવાલો ઉઠાવ્યા છે, અગાઉ પ્રિયંકા ચોપડા અને અનુષ્કા શર્મા આ મામલે સવાલો કરી ચૂકી છે.
આયુષ્યમાન ખુરાનાએ હાથરસ બળાત્કાર મામલે ચિંતા વ્યક્ત કરતા લખ્યું- હેરાન છુ, સ્તબ્ધ છુ અને પુરેપુરો હલી ગયો છુ, હાથરસ બાદ બલરામપુરમાં સામૂહિક બળાત્કાર અને હત્યાની ઘટના સામે આવી છે. આ બર્બર, અમાનવીય છે. આ માટે દોષીઓનને કડક સજા મળવી જોઇએ. આ ક્યારે અટકશે? આપણા દેશની મહિલાઓની સુરક્ષા અપાવવાના મામલે આપણે દરરોજ નિષ્ફળ જઇ રહ્યાં છીએ. આપણે મહિલાઓને સુરક્ષિત રાખવા ઉપરાંત પણ કંઇક કરવાનુ છે. આપણે આપણા છોકરાઓનુ પાલન પોષણ સારી રીતે કરવુ પડશે.
આયુષ્યમાનને તાજેતરમાંજ યુનીસેફ ઇન્ડિયા સેલિબ્રિટી એડવૉકેટ તરીકે પસંદ કરવામાં આવ્યો છે. જે બાળ હિંસાને ખતમ કરવાની દિશામાં પોતાનુ યોગદાન આપશે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા હાથરસ ગેન્ગરેપ મામલે છોકરાઓની પરવરીશ કરવા મામલે અભિનેત્રી અનુષ્કા શર્મા અને પ્રિયંકા ચોપડાએ ચિંતા વ્યક્ત કરી હતી. હવે આ લિસ્ટમાં આયુષ્યમાન ખુરાના પણ જોડાઇ ગયો છે.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ખેતીવાડી
ટેકનોલોજી
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion