Himesh Reshammiya ફરી કરી રહ્યો છે કમબેક, હવે આ એક્શન ફિલ્મ લઇને આવી રહ્યો છે મોટા પડદે, જાણો
મ્યૂઝિશિયન અને સિંગર તરીકે ખુબ પૉપ્યુલારિટી મેળવ્યા બાદ હવે હિમેશ રેશમિયા એક્ટિંગમાં પણ દમ બતાવવા માંગી રહ્યો છે.
Himesh Reshammiya Comeback: બૉલીવુડ એક્ટર હિમેશ રેશમિયાએ ફરી એકવાર મોટા પડદા પર કમબેક કરવા માટેની તૈયારી કરી લીધી છે, મ્યૂઝિશિયન અને સિંગર તરીકે ખુબ પૉપ્યુલારિટી મેળવ્યા બાદ હવે હિમેશ રેશમિયા એક્ટિંગમાં પણ દમ બતાવવા માંગી રહ્યો છે. હાલમાં હિમેશ રેશમિયા સોની ટીવી પર ટેલિકાસ્ટ થઇ રહેલા સિંગિંગ રિયાલિટી શૉ ઇન્ડિયન આઇડૉલ 13 (Indian Idol 13)માં જજ તરીકે જોવા મળી રહ્યો છે. વળી, તે પોતાની અપકમિંગ ફિલ્મ ધ એક્સપૉઝ ફ્રેન્ચાઇઝીના પાર્ટ ‘BADASS રવિકુમાર’થી કમબેક કરી રહ્યો છે, આ ફિલ્મનુ ટીઝર તાજેતરમાં જ લૉન્ચ થયુ છે.
હિમેશ રેશમિયાનુ કમબેક -
ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર હિમેશ રેશમિયાની અપકમિંગ ફિલ્મ ‘BADASS રવિકુમાર’ના ટીઝરનો વીડિયો પૉસ્ટ કર્યો છે. આની સાથે જ તેને કેપ્શનમાં લખ્યું- હિમેશ રેશમિયા ઇઝ બેક ... ‘BADASS રવિકુમાર’ની સાથે મોટા પડદા પર વાપસી... તેની નવી ફિલ્મમાં HimeshReshammiya વિરુદ્ધ 10 ખલનાયક છે: TheXpose ફ્રેન્ચાઇઝીની આગામી ઇન્સ્ટૉલમેન્ટ... ટાઇટલ BadassRaviKumar... ટાઇટલ એનાઉન્સમેન્ટ ટીઝર જુઓ...”
View this post on Instagram
ફિલ્મનુ ટ્રેલર જલદી થશે આઉટ -
તરણ આદર્શે આગળ લખ્યું છે - BadassRaviKumar એક એક્શન એન્ટરટેન્ટમેન્ટ છે, આજના એક્શન લવર્સ માટે છે.... લીડિંગ લેડી, ડાયરેક્ટર અને 10 વિલનને હજુ સસ્પેન્સમાં રાખવામાં આવ્યા છે, અને જલદી આનો ખુલાસો કરવામાં આવશે.... પહેલુ ગીત ButterflyTitiliyan અને ટ્રેલર જલદી જ આઉટ થશે. ફિલ્મને હિમેશ રેશમિયા મેલોડીઝે પ્રૉડ્યૂસ કરી છે અને મ્યૂઝિક અને સ્ટૉરી પણ હિમેશ રેશમિયાની છે.
#BadassRaviKumar is an action entertainer aimed at present-day action lovers… The leading lady, director and 10 villains have been kept under wraps and will be revealed soon… The first song - #ButterflyTitiliyan - and the trailer will be out soon.
— taran adarsh (@taran_adarsh) November 3, 2022
---