શોધખોળ કરો
Advertisement
હવે વોટ્સએપ પર પ્રતિબંધની માગ, જાણો ક્યા અભિનેતાએ કરી આ માગણી? જાણો શું છે કારણ?
અભિનેતા ગૌરવ કપૂરે સરકારના આ નિર્ણયનુ સમર્થન કર્યુ છે, અને પોતાના ટ્વીટના માધ્યમથી ખાસ અનુરોધ પણ કર્યો છે
નવી દિલ્હીઃ ભારત સરકાર દ્વારા 59 ચીની એપ્સ પ્રતિબંધ લગાવ્યા બાદ સોશ્યલ મીડિયા પર આને લઇને ખાસ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. ટ્વીટર પર કેટલાય લોકો ભારત સરકારના આ ફેંસલાની પ્રસંશા કરી રહ્યાં છે, એટલુ જ નહીં સેલિબ્રિટીઓ પણ આ મુદ્દે પોતાનો મત વ્યક્ત કરી રહ્યાં છે. હવે આ મુદ્દે અભિનેતા ગૌરવ કપૂરે ટવીટ કરીને બીજો એક મોરચો ખોલી દીધો છે.
અભિનેતા ગૌરવ કપૂરે સરકારના આ નિર્ણયનુ સમર્થન કર્યુ છે, અને પોતાના ટ્વીટના માધ્યમથી ખાસ અનુરોધ પણ કર્યો છે.
અભિનેતાએ ટ્વીટ કરીને વૉટ્સએપ પર પણ બેન લગાવવાની વાત કહી છે. તેને ટ્વીટ કરીને લખ્યું- હું તો કહુ છુ, સાથે સાથે વૉટ્સએપ પણ બેન કરી દો.
ગૌરવનુ માનવુ છે કે વૉટ્સએપ પર ફેક ન્યૂઝનુ ચલન સૌથી વધુ વધી ગયુ છે. જેના પર રોક લગાવવી જરૂરી છે. જોકે, ગૌરવના આ ટ્વીટના લોકોએ ખાસ અને અલગ અંદાજમાં જવાબો પણ આપ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ભારત સરકારે 29 જૂન, 2020એ નાગરિકો માટે ખતરા સમાન અને ગોપનિયા અને સુરક્ષાની ચિંતાઓના કારણે દેશમાં લોકપ્રિય ચીને એપ્સ પર પ્રતિબંધ લગાવી દીધો છે. સરકારે એક વચગાળાનો આદેશ જાહેર કર્યો છે, જેમાં કહેવાયુ છે કે આ પગલાથી કરોડો ભારતીય મોબાઇલ યૂઝર્સના હિતોની રક્ષા થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
દેશ
Advertisement