કયો હીરો પોતાનાથી 16 વર્ષ નાની ગર્લફ્રેન્ડને ડેટ પર લઇને નીકળતાં જ ટ્રૉલ થયો, લોકોએ શું કરી ગંદી કૉમેન્ટ્સ
બંને એકસાથે મુંબઇ એરપોર્ટ પર સાથે સ્પૉટ થયા હતા, આ પછી બન્નેના વીડિયો પર યૂઝર્સ મજાકભરી કૉમેન્ટ કરવા લાગ્યા હતા.
મુંબઇઃ બૉલીવુડ સેલેબ્સના અફેર અને રિલેશનશીપની ચર્ચાઓ તો થતી રહે છે, પરંતુ આ વખતે એક્ટર ઋત્વિક રોશનની ચર્ચા તાજેતરમાં વાયરલ થયેલા તેના વીડિયોને લઇને ખુબ થઇ રહી છે, ખરેખરમાં આ વખતે ઋત્વિક તેની ગર્લફ્રેન્ડ સબા આઝાદને લઇને ટ્રૉલ થઇ રહ્યો છે. મંગળવારે ઋત્વિક રોશન અને એક્ટ્રેસ સબા આઝાદ બન્ને મુંબઇના એરપોર્ટ પર દેખાયા હતા. બન્ને ડેટિંગ માટે બહાર નીકળી રહ્યાં હતા. આ દરમિયાન તે બન્નેનો એકબીજાનો હાથ પકડીને મસ્તી કરતો વીડિયો વાયરલ થઇ ગયો હતો, જેને સોશ્યલ મીડિયા યૂઝર્સ ખુબ ખરાબ રીતે ટ્રૉલ કરી રહ્યાં છે.
મુંબઇ એરપોર્ટ પર સાથે સ્પૉટ થયા -
બંને એકસાથે મુંબઇ એરપોર્ટ પર સાથે સ્પૉટ થયા હતા, આ પછી બન્નેના વીડિયો પર યૂઝર્સ મજાકભરી કૉમેન્ટ કરવા લાગ્યા હતા. એક યૂઝરે લખ્યું- બાપ-બેટીની જોડી, તો બીજા યૂઝર્સે લખ્યુ- બુઢાપે કા પ્યાર. સોશ્યલ મીડિયા પર લોકો આ લવર બર્ડને ગંદી ગંદી કૉમેન્ટ કરીને ટાર્ગેટ કરી રહ્યાં હતા.
View this post on Instagram
બોલીવૂડનો અભિનેતા અને 2014માં પત્ની સુઝાન સાથે છુટાછેડા લેનારા ઋત્વિક રોશનનું પોતાનાથી 16 વર્ષ નાની યુવતી સાથે અફેર ચાલી રહ્યું હોવાની ચર્ચા છે. ઋત્વિક રોશન શુક્રવારે રાતે મુંબઇની એક રેસ્ટોરાંની બહાર આ યુવતી સાથે જોવા મળ્યો હતો.
આ મિસ્ટ્રી ગર્લ એક્ટ્રેસ સબા આઝાદ છે, અને તે દિલ્હીની છે, સબા આઝાદ એક યુવા મ્યુઝિશિયન છે. તેણે નસીરુદ્દીન શાહના દીકરા ઇમાદ સાથે કામ કર્યું છે. 2013માં સબા અને ઈમાદ લિવ-ઈન રીલેશનમાં રહેતાં હતાં. 2008માં સબાએ રાહુલ બોઝ સાથે દિલ કબડ્ડી ફિલ્મમાં કામ કરીને ડેબ્યુ કર્યું હતું. સબા આઝાદ દિલ્હીમાં જેમની હત્યા થઈ હતી એ જાણીતા નાટ્યકાર સફદર હાશ્મીની ભત્રીજી છે. સબા 32 વર્ષની છે જ્યારે ઋત્વિક 48 વર્ષનો છે. એટલે કે ઋત્વિક હાલ પોતાનાથી 16 વર્ષ નાની એક્ટ્રેસના પ્રેમમાં પડ્યો છે.
ઋત્વિક 2000માં સુઝાન ખાન સાથે લગ્ન કર્યા હતા અને તે જ વર્ષે તેણે 'કહોના પ્યાર હૈ' ફિલ્મથી બોલીવુડમાં એન્ટ્રી કરી હતી. તેમને બે સંતાન રેહાન એન રેધાન છે. ડિવોર્સ પછી સુઝાન ખાન ટીવી એક્ટર અલી ગોનાની ભાઇ અર્સલાન ગોનીને ડેટ કરે છે.