એક્ટર નીલ નિતિન મુકેશ સહિત પરિવારના કેટલાક સભ્ય કોરોના સંક્રમિત, ટ્વિટ કરીને આપી જાણકારી
નીલ નીતિન મુકેશે(Neil Nitin Mukesh) એ પણ માહિતી આપી છે કે, તેની સાથે પરિવારના કેટલાક અન્ય સભ્યો પણ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે.
મુંબઈ: મુંબઈ સહિત સમગ્ર દેશમાં કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે. અનેક બોલિવૂડ સેલિબ્રિટિઝ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. ત્યારે હવે વધુ એક એક્ટર કોરોનાથી સંક્રમિત થયો છે. નીલ નિતિન મુકેશ (Neil Nitin Mukesh) કોરોના પોઝિટિવ આવ્યો છે, તેની સાથે તેના પરિવારના પણ કેટલાક સભ્ય કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. એક્ટરે ખુદ તેની જાણકારી આપી હતી.
આ સિવાય નીલ નીતિન મુકેશે(Neil Nitin Mukesh) એ પણ માહિતી આપી છે કે, તેની સાથે પરિવારના કેટલાક અન્ય સભ્યો પણ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. જે બાદ તેઓ પણ ઘરમાં ક્વોરન્ટાઈન થઈ ગયા છે. એવામાં તેઓ દવાઓ લઈ રહ્યા છે અને બધા કોરોના પ્રોટોકોલનું પાલન કરી રહ્યાં છે.
સોનૂ સૂદ પણ થયો કોરોના સંક્રમિત
ગત વર્ષે કોરોના મહામારીના કારણે લાદવામાં આવેલા લોકડાઉન દરમિયાન પ્રવાસી શ્રમિકો માટે મસીહા બનેલા એક્ટર સોનુ સૂદનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સોનુએ સોશિયલ મીડિયા પર જાણકારી આપી છે.
સોનુએ ટ્વિટ કરીને કહ્યું, નમસ્કાર મિત્રો, તમને બધાને કહેવા માગું છું કે મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મેં પોતાને ક્વોરન્ટાઈન કરી લીધો છે. ચિંતાની વાત જેવું કઈ નથી. ઉલ્ટાનું મારા પાસે તમારા માટે હવે વધારે સમય છે. યાદ રાખજો, હું હંમેશાં તમારા સાથે જ છું.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 2,34,692 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 1341 લોકોના મોત થયા છે. જે અત્યાર સુધીનો સર્વોચ્ચ આંક છે. જોકે 24 કલાકમાં 1,23,354 લોકો ઠીક પણ થયા છે.
કુલ કેસ- એક કરોડ 45 લાખ 26 હજાર 609
કિલ ડિસ્ચાર્જ- એક કરોડ 26 લાખ 71 હજાર 220
કુલ એક્ટિવ કેસ - 16 લાખ 79 હજાર 740
કુલ મોત - 1 લાખ 75 હજાર 649
11 કરોડથી વધારેને રસી અપાઈ
દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 11 કરોડ 99 લાખ 37 હજાર 641 ડોઝ આપવામાં આવ્યા છે.