શોધખોળ કરો

'કિરદાર ઇમાનદાર રખના...', 'ફતેહ'ના ધાંસૂ ટીજરમાં ખૂંખાર અવતારમાં જોવા મળ્યો સોનૂ સૂદ

Fateh Teaser Out: સોનુ સૂદે ‘ફતેહ’ ફિલ્મથી ડાયરેક્શનમાં ડેબ્યુ કર્યું છે. આ ફિલ્મમાં સોનુ અને જેકલીનની જોડી પહેલીવાર જોવા મળી રહી છે

Fateh Teaser Out: એક્ટર સોનુ સૂદની ફિલ્મ 'ફતેહ'નું મૉસ્ટ અવેટેડ ટીઝર આખરે રિલીઝ થઈ ગયું છે. ફિલ્મનું ટીઝર ખૂબ જ દમદાર છે, આ સાથે એક્ટર-ડિરેક્ટર એક રોમાંચક એક્શનથી ભરપૂર ફિલ્મ સાથે દર્શકોને મંત્રમુગ્ધ કરવા આવ્યા છે. ફિલ્મમાં જેકલીન ફર્નાન્ડીઝ પણ મહત્વની ભૂમિકામાં છે. ફિલ્મના ઉત્તેજક ટીઝરની સાથે તેની રિલીઝ ડેટ પણ બહાર આવી ગઈ છે.

‘ફતેહ’નું ધાંસૂ ટીજર થયુ રિલીઝ  
લાંબા સમય બાદ સોનુ સૂદ ફરી એકવાર મોટા પડદા પર ધમાકેદાર એક્શન કરતો જોવા મળશે. વાસ્તવમાં, અભિનેતા તેની આગામી ફિલ્મ 'ફતેહ'માં એક્શન અવતારમાં જોવા મળશે. આજે નિર્માતાઓએ આ મૉસ્ટ અવેટેડ ફિલ્મનું ટીઝર પણ રિલીઝ કર્યું છે જે ખૂબ જ પાવરફૂલ છે. ટીઝરએ સ્પષ્ટ કર્યું છે કે 'ફતેહ'માં એક્શનનો પૂરો ડૉઝ મળવા ઉપરાંત તે પ્લાનિંગ-કાવતરું, ષડયંત્ર અને ડ્રામાથી ભરપૂર હશે. ફિલ્મનું ટીઝર રીલિઝ કરતાં સોનુ સૂદે પોતાના ઈન્સ્ટા એકાઉન્ટ પર કેપ્શનમાં લખ્યું કે, “પાત્રને ઈમાનદાર રાખવાથી સારું થશે.”

View this post on Instagram
 
A post shared by Sonu Sood (@sonu_sood)

શું છે ‘ફતેહ’ની કહાણી 
ટીઝરમાં સોનુ સૂદ ફતેહનું પાત્ર ભજવે છે, એક રહસ્યમય ભૂતકાળ ધરાવતો વ્યક્તિ જે વિચારે છે કે તેણે પોતાનું જૂનું જીવન છોડી દીધું છે અને હવે તે પંજાબમાં શાંતિપૂર્ણ જીવન જીવશે. જોકે, જ્યારે એક છોકરી સાયબર માફિયાનું નિશાન બની જાય છે અને દિલ્હીમાં ગુમ થઈ જાય છે, ત્યારે ફતેહ તેના જૂના સ્વભાવમાં પાછો ફરે છે અને સમગ્ર સાયબર માફિયા નેટવર્કને તોડી પાડવાનું કામ હાથમાં લે છે. ટીઝરમાં ગુંડાઓ સામે લડતા તેના કાચા એક્શન અવતારમાં જેકલીન ફર્નાન્ડીઝ પણ અદભૂત દેખાઈ રહી છે. ફિલ્મમાં વિજય રાજ ​​અને નસીરુદ્દીન શાહ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.

ક્યારે રિલીઝ થશે ‘ફતેહ’ 
સોનુ સૂદે ‘ફતેહ’ ફિલ્મથી ડાયરેક્શનમાં ડેબ્યુ કર્યું છે. આ ફિલ્મમાં સોનુ અને જેકલીનની જોડી પહેલીવાર જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં આ એક્શન થ્રિલર માટે ચાહકોમાં ભારે ઉત્તેજના છે. આ બધાની વચ્ચે મેકર્સે ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરી દીધી છે. તમને જણાવી દઈએ કે ઝી સ્ટુડિયો અને શક્તિ સાગર પ્રૉડક્શનની આ ફિલ્મ આવતા વર્ષે 10 જાન્યુઆરી 2025ના રોજ સિનેમાઘરોમાં આવશે.

આ પણ વાંચો

'પુષ્પા' હોય કે 'બાહુબલી', સાઉથની ફિલ્મોને આ રીતે આપવામાં આવે છે હિન્દીમાં વૉઇસ, જાણી લો કોર્સ વિશે...

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

8th Pay Commission News: 8મું પગારપંચ ક્યારથી લાગુ થશે? મોદી સરકારે સંસદમાં આપ્યો જવાબ
8th Pay Commission News: 8મું પગારપંચ ક્યારથી લાગુ થશે? મોદી સરકારે સંસદમાં આપ્યો જવાબ
'પુષ્પા 2' એ 4 દિવસમાં 800 કરોડની કમાણી કરી બનાવ્યો રેકોર્ડ, આ સીમાચિહ્ન હાંસલ કરનારી પ્રથમ ભારતીય ફિલ્મ
'પુષ્પા 2' એ 4 દિવસમાં 800 કરોડની કમાણી કરી બનાવ્યો રેકોર્ડ, આ સીમાચિહ્ન હાંસલ કરનારી પ્રથમ ભારતીય ફિલ્મ
PMJAY યોજનામાં ગોબાચારીઃ ગેરરીતિ બદલ 2 ડોક્ટર અને ૫ હોસ્પિટલ સસ્પેન્ડ, ૫૦ લાખનો દંડ
PMJAY યોજનામાં ગોબાચારીઃ ગેરરીતિ બદલ 2 ડોક્ટર અને ૫ હોસ્પિટલ સસ્પેન્ડ, ૫૦ લાખનો દંડ
ધોરણ-10 પાસ મહિલાઓને મહિને 7000 રૂપિયા સહિત કમિશન પણ મળશે, જાણો બિમા સખી યોજનામાં જોડાવાની પ્રોસેસ
ધોરણ-10 પાસ મહિલાઓને મહિને 7000 રૂપિયા સહિત કમિશન પણ મળશે, જાણો બિમા સખી યોજનામાં જોડાવાની પ્રોસેસ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bhavnagar Murder Case : તળાજામાં મહિના પહેલા મળેલી લાશનો ભેદ ઉકેલાયો, હત્યા થઈ હોવાનો ખુલાસોJunagadh Accident CCTV : સોમનાથ હાઈવે પર પૂરપાટ જતી કાર ડીવાયડર સાથે ટકરાઈને બીજી કાર સાથે અથડાઇ, 7ના મોતHNGU Liquor Party : હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં દારૂની મહેફિલ, ખેલાડીઓએ સિક્યુરિટી ગાર્ડ પર કાર ચડાવવાનો પ્રયાસ કર્યોMehsana VASECTOMY Controversy : મહેસાણા નસબંધી કાંડમાં તપાસનો રેલો પહોંચ્યો કડી, 17 આરોગ્યકર્મીની સંડોવણી ખુલી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
8th Pay Commission News: 8મું પગારપંચ ક્યારથી લાગુ થશે? મોદી સરકારે સંસદમાં આપ્યો જવાબ
8th Pay Commission News: 8મું પગારપંચ ક્યારથી લાગુ થશે? મોદી સરકારે સંસદમાં આપ્યો જવાબ
'પુષ્પા 2' એ 4 દિવસમાં 800 કરોડની કમાણી કરી બનાવ્યો રેકોર્ડ, આ સીમાચિહ્ન હાંસલ કરનારી પ્રથમ ભારતીય ફિલ્મ
'પુષ્પા 2' એ 4 દિવસમાં 800 કરોડની કમાણી કરી બનાવ્યો રેકોર્ડ, આ સીમાચિહ્ન હાંસલ કરનારી પ્રથમ ભારતીય ફિલ્મ
PMJAY યોજનામાં ગોબાચારીઃ ગેરરીતિ બદલ 2 ડોક્ટર અને ૫ હોસ્પિટલ સસ્પેન્ડ, ૫૦ લાખનો દંડ
PMJAY યોજનામાં ગોબાચારીઃ ગેરરીતિ બદલ 2 ડોક્ટર અને ૫ હોસ્પિટલ સસ્પેન્ડ, ૫૦ લાખનો દંડ
ધોરણ-10 પાસ મહિલાઓને મહિને 7000 રૂપિયા સહિત કમિશન પણ મળશે, જાણો બિમા સખી યોજનામાં જોડાવાની પ્રોસેસ
ધોરણ-10 પાસ મહિલાઓને મહિને 7000 રૂપિયા સહિત કમિશન પણ મળશે, જાણો બિમા સખી યોજનામાં જોડાવાની પ્રોસેસ
PM મોદીએ બીમા સખી યોજનાની કરાવી શરુઆત,  જાણો આ સ્કીમ વિશે જેમાં મહિલાઓને મળશે મહિને 7000 રુપિયા 
PM મોદીએ બીમા સખી યોજનાની કરાવી શરુઆત, જાણો આ સ્કીમ વિશે જેમાં મહિલાઓને મળશે મહિને 7000 રુપિયા 
નીતિશ રેડ્ડીએ સેહવાગનો રેકોર્ડ તોડ્યો, માત્ર 2 ટેસ્ટ મેચની કારકિર્દીમાં આ સિદ્ધિ મેળવી
નીતિશ રેડ્ડીએ સેહવાગનો રેકોર્ડ તોડ્યો, માત્ર 2 ટેસ્ટ મેચની કારકિર્દીમાં આ સિદ્ધિ મેળવી
પહાડી રાજ્યોમાં હિમવર્ષાથી ગુજરાતમાં કાતિલ ઠંડીમાં વધારો, જાણો ક્યાં શહેરમાં કેટલું છે તાપમાન
પહાડી રાજ્યોમાં હિમવર્ષાથી ગુજરાતમાં કાતિલ ઠંડીમાં વધારો, જાણો ક્યાં શહેરમાં કેટલું છે તાપમાન
તમારું નામ પણ રેશન કાર્ડમાં નથી, થઈ શકે છે આ નુકસાન? જાણો કઈ યોજનાનો નહીં મળે લાભ
તમારું નામ પણ રેશન કાર્ડમાં નથી, થઈ શકે છે આ નુકસાન? જાણો કઈ યોજનાનો નહીં મળે લાભ
Embed widget