શોધખોળ કરો
Advertisement
આ બોલીવૂડ અભિનેતાને પોલીસે ફટકાર્યો દંડ, હેલમેટ વગર ચલાવી રહ્યો હતો બાઈક
આઈપીસીની કલમ 188, 269, મોટર વ્હીકલ એક્ટની કલમ 129, 177 અને એપેડમિક એક્ટની કલમો અંતર્ગત કેસ નોંધ્યો છે.
મુંબઈ: અભિનેતા વિવેક ઓબરોય સામે ટ્રાફિક પોલીસે ટ્રાફિકના નિયમોને લઈ કાર્યવાહી કરી છે. હેલમેટ વગર બાઈક ચલાવવાને લઈને તેને દંડ ફટકારવામાં આવ્યો છે. જાણકારી મુજબ શુક્રવારે મુંબઈ પોલીસે સોશિયલ એક્ટિવિસ્ટ ડૉ બીનૂ વર્ગીસ દ્વારા ટ્વિટર પર વિવેક ઓબેરોયની હેલમેટ વગર બાઈક ચલાવવાની ફરિયાદ મળી હતી, બાદમાં કાર્યવાહી કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે વિવેક ઓબરોયે પોતે 14 ફેબ્રુઆરીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે હેલમેટ વગર બાઈક ચલાવી રહ્યો હતો. તેને 500 રૂપિયા દંડ ફટકારવામાં આવ્યો છે.
મુંબઈ પોલીસે અભિનેતા વિવેક ઓબેરૉય પર આઈપીસીની કલમ 188, 269, મોટર વ્હીકલ એક્ટની કલમ 129, 177 અને એપેડમિક એક્ટની કલમો અંતર્ગત કેસ નોંધ્યો છે. આ કેસ જુહૂ પોલીસ દ્વારા નોંધવામાં આવ્યો છે. મુંબઈ પોલીસના એક મોટા અધિકારીએ આ વાતની પુષ્ટી કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ટેકનોલોજી
Advertisement