Golden Globe Awards 2023: RRRને મળેલા નૉમિનેશન બાદ ખુશીથી ઝૂમી આલિયા ભટ્ટ, સેલેબ્સે આપી શુભેચ્છાઓ....
કરણ જોહરે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટૉરીમાં લખ્યું છે- જાઓ ટીમ આરઆરઆર #GoldenGlobes. આ અવિશ્વસનીય છે અને આગળની સફરની શરૂઆત છે
RRR Golden Globe Awards Nominations 2023: એસ એસ રાજોમૌલી (SS Rajamouli)ની ફિલ્મ 'આરઆરઆર' (RRR) આ સમયે વિદેશોમાં ખુબ ધૂમ મચાવી રહી છે. દુનિયાભરમાં પ્રતિષ્ઠિત ગૉલ્ડન ગ્લૉબ એવૉર્ડ્સ (Golden Globe Awards)માં એસએસ રાજામૌલીની ફિલ્મ 'આરઆરઆર'ની બે સીરીઝોમાં નામાંકન મળ્યુ છે.
વિદેશોમાં મળેલી આ મોટી ઉપલબ્ધિથી તમામ ફિલ્મ હસ્તીઓ પણ ખુબ છે, અને તેઓ એસએસ રાજામૌલીને આ માટે અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી રહ્યાં છે. પ્રભાસથી લઇને કરણ જોહર, આલિયા ભટ્ટ સુધી સોશ્યલ મીડિયા પર પૉસ્ટ શેર કરીને પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યાં છે.
વિદેશોમાં આરઆરઆરની ધૂમ -
કરણ જોહરે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટૉરીમાં લખ્યું છે- જાઓ ટીમ આરઆરઆર #GoldenGlobes. આ અવિશ્વસનીય છે અને આગળની સફરની શરૂઆત છે. રાજામૌલીની બાહુબલીમાં મુખ્ય ભૂમિકા નિભાવનારાર પ્રભાસે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું- બહુ જ ગર્વ અનુભવી રહ્યો છું, કેમ કે #RRR ને #GoldenGlobes એવૉર્ડ્સ માટે નામંકિત કરવામાં આવી છે. આ ઉપલબ્ધિ માટે @ssrajamouli garu, @jrntr, @alwaysramcharan અને @rrrmovie ની આખી ટીમને હાર્દિક અભિનંદન.
RRR પ્રથમ ભારતીય ફિલ્મ બની -
અગાઉ પણ આ ફિલ્મને ઓસ્કારમાં મોકલવાની માંગ ઉઠી હતી, જો કે તે એવોર્ડ ફંક્શનમાં ઓફિશિયલ એન્ટ્રીના કારણે આ ફિલ્મ પાછળ રહી ગઈ હતી. ઉપરાંત, દિગ્દર્શક એસએસ રાજામૌલીને તાજેતરમાં આ ફિલ્મ માટે ન્યૂયોર્ક ફિલ્મ ક્રિટિક્સ સર્કલનો શ્રેષ્ઠ નિર્દેશકનો એવોર્ડ મળ્યો છે. ત્યારથી, સોશિયલ મીડિયા પર દર્શકો ફિલ્મને ફરી એકવાર થિયેટરમાં રજૂ કરવાની સતત માંગ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે 'RRR' એકમાત્ર ભારતીય ફિલ્મ છે જેણે ઈન્ટરનેશનલ એવોર્ડ કેટેગરીમાં સ્થાન મેળવ્યું છે.
View this post on Instagram
આ ફિલ્મે વર્લ્ડ વાઈડ આટલો બિઝનેસ કર્યો હતો -
RRR ઘણી ભાષાઓમાં રિલીઝ થઈ છે, સાઉથની આ ફિલ્મની વૈશ્વિક સ્તરે પ્રશંસા થઈ રહી છે. જાપાનમાં ફિલ્મની રિલીઝ સમયે, મુખ્ય કલાકારો જુનિયર એનટીઆર અને રામ ચરણ પોતે પ્રમોશન કરવા પહોંચ્યા હતા, જ્યાં તેઓ તેમના ચાહકોને પણ મળ્યા હતા. આ ફિલ્મમાં જુનિયર એનટીઆર, રામ ચરણ અને આલિયા ભટ્ટ ઉપરાંત અભિનેત્રી શ્રિયા સરન અને અજય દેવગન પણ મહત્વની ભૂમિકામાં જોવા મળ્યા હતા. RRR એ વર્લ્ડ વાઈડ બોક્સ ઓફિસ પર એક હજાર કરોડથી વધુનો બિઝનેસ કર્યો હતો. ફિલ્મનું હિન્દી વર્ઝન 20 મેના રોજ Netflix પર પ્રીમિયર થયું અને ટૂંક સમયમાં જ આ ફિલ્મ વર્લ્ડવાઈડ હિટ બની ગઈ.