છૂટાછેડાની અફવા પર એક્ટ્રેસ Asinએ કર્યો ખુલાસો, પોસ્ટ શેર કરી જણાવી સચ્ચાઇ
ગજની અભિનેત્રી અસિન છેલ્લા કેટલાક દિવસથી ચર્ચામાં છે. અભિનેત્રીએ તેના પતિ રાહુલથી છૂટાછેડા લીધા હોવાની અફવાઓ ફેલાઈ રહી છે. બીજી તરફ આસિને હવે ઈન્સ્ટા પર પોસ્ટ કરીને આ અફવાઓ પર મૌન તોડ્યું છે.
Asin On Divorce Rumours: અસિન સાઉથની સુપરસ્ટાર રહી ચુકી છે. તેણે બોલિવૂડની ઘણી સુપરહિટ ફિલ્મોમાં પણ કામ કર્યું. ખાસ કરીને તે આમિર ખાન અભિનીત ફિલ્મ 'ગજની'માં કલ્પના શેટ્ટીનો રોલ કરીને ખૂબ જ નામના મેળવી હતી. બીજી તરફ આસિનના પતિ રાહુલ સાથેના છૂટાછેડાની અફવાઓ છેલ્લા ઘણા સમયથી ઊડી રહી છે.
છૂટાછેડાની અફવા પર એક્ટ્રેસ Asinએ કર્યો ખુલાસો
અભિનેત્રીએ તેના પતિ સાથેની તેની તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી ડિલીટ કરી દીધી હતી. ત્યારબાદ અફવાઓ ઊડી હતી કે અભિનેત્રીનું લગ્ન જીવન સારું નથી ચાલી રહ્યું. ત્યારે હવે અસીને આ બધી અફવાઓ પર મૌન તોડ્યું છે અને ઇન્સ્ટા પર પોસ્ટ કરીને સત્ય જણાવ્યું છે.
અસિને પતિથી છૂટાછેડાના અહેવાલોને નકારી કાઢ્યા
અસિને બુધવારે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર પોસ્ટ કરીને તેના છૂટાછેડાની અફવાઓ પર પ્રતિક્રિયા આપી હતી. અભિનેત્રીએ લખ્યું કે તે હાલમાં રાહુલ સાથે તેના ઉનાળાના વેકેશનનો આનંદ માણી રહી છે. તેણીએ પતિ રાહુલથી છૂટાછેડાના તમામ સમાચારોને નકારી કાઢ્યા હતા અને દાવો કર્યો હતો કે તે 'ખૂબ જ કાલ્પનિક અને સંપૂર્ણ પાયાવિહોણા સમાચાર' છે.
અસિને તેની પોસ્ટમાં લખ્યું, " અત્યારે અમે વેકેશન એન્જોય કરી રહ્યા છીએ અને હાલમાં એકબીજાની સામે બેસીને નાસ્તાની મજા માણી રહ્યા છીએ. આ દરમિયાન મને ખૂબ જ કાલ્પનિક અને પાયાવિહોણા સમાચાર મળ્યા. આ વખતે તે સમય યાદ આવ્યો જ્યારે અમે અમારા પરિવાર સાથે ઘરે બેસીને પોતાના લગ્નનું પ્લાનિંગ કરી રહ્યા હતા. ત્યારે હવે અમે સાંભળી રહ્યા છીએ કે અમારું બ્રેકઅપ થઈ ગયું છે. સાચું? પ્લીઝ આવી અફવા ના ફેલાવો. તમારા લોકોનો દિવસ સારો રહે.
અસિન અને રાહુલ શર્માએ 2016માં લગ્ન કર્યા હતા
અસિનના પતિ રાહુલ માઇક્રોમેક્સના કો-ફાઉન્ડર છે. અભિનેત્રીએ 2016માં રાહુલ સાથે લગ્ન કર્યા હતા. સ્થાયી થયા પછી અસીને તેની અભિનય કારકિર્દીને સંપૂર્ણપણે અલવિદા કહી દીધી હતી. રાહુલ અને અસીને 2017માં તેમની પુત્રી અરીનનું સ્વાગત કર્યું હતું.
અસિન કારકિર્દી
અસિન તમિલ અને તેલુગુ ફિલ્મોનો જાણીતો ચહેરો હતો. આસિને 2001માં મલયાલમ ફિલ્મ 'નરેન્દ્રન મકન જયકંથન વાકા'થી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. તેણે 2008માં આમિર ખાનની ફિલ્મ 'ગજની'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ પછી અસીને 'રેડી', 'હાઉસફુલ 2', 'બોલ બચ્ચન' અને 'ખિલાડી 786' જેવી ફિલ્મોમાં કામ કરીને પોતાની અભિનય શક્તિ સાબિત કરી. તેની છેલ્લી ફિલ્મ 'ઓલ ઈઝ વેલ' 2015માં રિલીઝ થઈ હતી.