Dia Mirza pregnancy: લગ્નના દોઢ મહિના બાદ Dia Mirza છે પ્રેગ્નન્ટ, બેબી બમ્પ ફ્લોન્ટ કરતા શેર કરી તસવીર
એક્ટ્રેસ દીયા મિર્જા (Dia Mirza) જલ્દી મા બનવાની છે. તેણે પોતાની પ્રેગ્નન્સી કન્ફર્મ કરતા બેબી બંપ સાથે તસવીર શેર કરી છે. આ સમાચાર સામે આવ્યા બાદ બોલીવૂડ સેલેબ્સ અને ફેન્સ દીયા મિર્જા અને તેના પતિ વૈભવ રેખી (Vaibhav Rekhi) ને શુભકામનાઓ પાઠવી રહ્યા છે. દીયા મિર્જાએ એક સુંદર તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે આ સાથે જ તેણે સુંદર કેપ્શન પણ આપ્યું છે.
વેલેંટાઈન ડેના આગળના દિવસે એટલે કે 15 ફેબ્રુઆરીએ લગ્ન કરનારી એક્ટ્રેસ દીયા મિર્જા (Dia Mirza) જલ્દી મા બનવાની છે. તેણે પોતાની પ્રેગ્નન્સી કન્ફર્મ કરતા બેબી બંપ સાથે તસવીર શેર કરી છે. આ સમાચાર સામે આવ્યા બાદ બોલીવૂડ સેલેબ્સ અને ફેન્સ દીયા મિર્જા અને તેના પતિ વૈભવ રેખી (Vaibhav Rekhi) ને શુભકામનાઓ પાઠવી રહ્યા છે. દીયા મિર્જાએ એક સુંદર તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે આ સાથે જ તેણે સુંદર કેપ્શન પણ આપ્યું છે.
15 ફેબ્રુઆરીએ થયા હતા લગ્ન
વૈભવ રેખી અને દીયા મિર્જાએ આ વર્ષે જ દોઢ મહિના પહેલા 15 ફેબ્રુઆરીએ હૈદરાબાદમાં લગ્ન કર્યા હતા. બનારસી સાડીમાં દીયા મિર્જાની બ્રાઈડલ લૂકની તસવીરો ઘણા દિવસો સુધી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. આ લગ્ન ખૂબ જ ચર્ચામાં રહ્યા હતા. ખાસ કરીને મહિલા પંડિતને લઈને.
માલદીવમાં હોલિડે પર દીયા
દીયા હાલ પતિ વૈભવ રેખી અને તેમની દિકરી સાથે માલદીવમાં હોલિડે એન્જોય કરી રહી છે. હાલમાં તેના વેકેશનની ઘણી તસવીરો શેર કરી હતી. આ તસવીરોમાં તેના પતિની દિકરી સાથે તેનુ ખૂબ જ શાનદાર બોન્ડિંગ જોવા મળ્યું હતું. હવે બેબી બંપ સાથે દીયાએ જે તસવીર શેર કરી છે તે માલદીવની છે.
ઉલ્લેખનીય છે કે દીયા મિર્જા અને વૈભવ રેખીના લગ્ન ખૂબ જ નજીકના સંબંધીઓ વચ્ચે થયા હતા. સંબંધીઓ સિવાય બોલીવૂડમાંથી અદિતિ રાવ હૈદરી, લારા દત્તા અને જેકી ભગનાની સામેલ થયા હતા.