શોધખોળ કરો

શિક્ષણ સહાયકની ૭૫૯ જગ્યાઓ માટે દિવ્યાંગ ઉમેદવારોની ખાસ ભરતી ઝુંબેશ: ઓનલાઇન અરજી પ્રક્રિયા શરૂ

Gujarat recruitment 2025: ગુજરાત રાજ્યની બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં દિવ્યાંગ ઉમેદવારો માટે રાજ્ય શૈક્ષણિક સ્ટાફ ભરતી પસંદગી સમિતિએ એક મહત્ત્વપૂર્ણ જાહેરાત બહાર પાડી છે.

Gujarat recruitment 2025: ગુજરાત રાજ્ય શૈક્ષણિક સ્ટાફ ભરતી પસંદગી સમિતિ દ્વારા રાજ્યની બિનસરકારી અનુદાનિત (ગ્રાન્ટેડ) માધ્યમિક શાળાઓમાં દિવ્યાંગ ઉમેદવારો માટે શિક્ષણ સહાયક ની 759 જગ્યાઓ ભરવા માટેની એક ખાસ ભરતી ઝુંબેશ જાહેર કરવામાં આવી છે. આ ભરતી પ્રક્રિયા દ્વિસ્તરીય TAT(S)-2023 ના મેરિટના આધારે થશે. લાયકાત ધરાવતા દિવ્યાંગ ઉમેદવારો 12 નવેમ્બર, 2025 થી 21 નવેમ્બર, 2025 (રાત્રે 23:59 વાગ્યા સુધી) દરમિયાન સત્તાવાર વેબસાઇટ gserc.in પર ઓનલાઇન અરજી કરી શકશે. પસંદગી પામનાર ઉમેદવારોને પ્રથમ પાંચ વર્ષ માટે માસિક ₹40,800 ફિક્સ વેતન મળશે.

શિક્ષણ ક્ષેત્રે દિવ્યાંગ ઉમેદવારો માટે સુવર્ણ તક

ગુજરાત રાજ્યની બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં શિક્ષણ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગતા દિવ્યાંગ ઉમેદવારો માટે રાજ્ય શૈક્ષણિક સ્ટાફ ભરતી પસંદગી સમિતિએ એક મહત્ત્વપૂર્ણ જાહેરાત (ક્રમાંક: 04/2025) બહાર પાડી છે. આ એક ખાસ ભરતી ઝુંબેશ છે, જે માત્ર દિવ્યાંગજનો (Persons with Disabilities) માટે અનામત રાખવામાં આવી છે. આ ભરતી અંતર્ગત માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની કુલ 759 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે.

મહત્વની તારીખો અને અરજી પ્રક્રિયા

લાયકાત ધરાવતા દિવ્યાંગ ઉમેદવારો આજરોજ, તા. 12 નવેમ્બર 2025 (બપોરે 14:00 કલાકથી) થી તા. 21 નવેમ્બર 2025 (રાત્રે 23:59 કલાક) સુધી સત્તાવાર વેબસાઇટ https://www.gserc.in પર ઓનલાઇન અરજી કરી શકશે.

ખાલી જગ્યાઓનું વર્ગીકરણ

આ ભરતી પ્રક્રિયા દ્વિસ્તરીય TAT(S)-2023 ના મેરિટના ધોરણે કરવામાં આવી રહી છે. કુલ 759 જગ્યાઓને દિવ્યાંગતાના પ્રકાર મુજબ નીચે મુજબ વર્ગીકૃત કરવામાં આવી છે:

દિવ્યાંગતાનો પ્રકાર

ખાલી જગ્યાઓ

કેટેગરી A

212

કેટેગરી B

218

કેટેગરી C

113

કેટેગરી D & E

216

કુલ

759

મુખ્ય લાયકાતના ધોરણો અને વયમર્યાદા

આ ભરતી માટેના મુખ્ય લાયકાતના ધોરણો નીચે મુજબ છે:

  • શૈક્ષણિક લાયકાત: ઉમેદવાર રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલ દ્વિસ્તરીય TAT(Secondary) પરીક્ષા-2023 માં 60% (120 ગુણ) કે તેથી વધુ ગુણ સાથે પાસ કરેલ હોવા જોઈએ.
  • દિવ્યાંગતા: આ ભરતી માત્ર The Rights of Persons with Disability Act, 2016 હેઠળ 'બેન્ચમાર્ક ડીસેબિલીટી' (Benchmark Disability) ધરાવતા ઉમેદવારો માટે જ છે. અન્ય ઉમેદવારોએ આ જાહેરાત માટે અરજી કરવાની રહેશે નહીં.
  • વયમર્યાદા: અરજી કરવા માટે લઘુતમ વયમર્યાદા 18 વર્ષ અને મહત્તમ વયમર્યાદા 58 વર્ષ રહેશે.
  • અન્ય: ઉમેદવાર કોમ્પ્યુટરનું પાયાનું જ્ઞાન અને ગુજરાતી અથવા હિન્દી ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.

પગાર ધોરણ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન

પસંદગી પામનાર શિક્ષણ સહાયકને પ્રથમ પાંચ વર્ષ સુધી માસિક ₹40,800/- ફિક્સ વેતન મળવાપાત્ર થશે. પાંચ વર્ષની સંતોષકારક સેવા પૂર્ણ કર્યા બાદ, સરકારશ્રીની જોગવાઈ અનુસાર પે-મેટ્રિક્સ લેવલ-6 (₹35,400 - ₹1,12,400) મુજબ નિયમિત પગાર ધોરણ મળવાપાત્ર થશે.

તમામ દિવ્યાંગ ઉમેદવારો માટે અરજી ફી ₹150/- નક્કી કરવામાં આવી છે, જે ઓનલાઇન માધ્યમથી ભરવાની રહેશે. ઉમેદવારોએ ખાસ ધ્યાન રાખવું કે માત્ર ઓનલાઇન અરજી કરવી પર્યાપ્ત નથી. અરજી કન્ફર્મ કર્યા બાદ, તેની પ્રિન્ટ મેળવી, તમામ જરૂરી અસલ દસ્તાવેજો અને તેની સ્વ-પ્રમાણિત નકલો સાથે ઉમેદવારે પોતે પસંદ કરેલ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી ખાતે રૂબરૂ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવા જવાનું રહેશે. જે ઉમેદવારો નિયત સમયગાળામાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન નહીં કરાવે, તેમની અરજી આપોઆપ રદ ગણવામાં આવશે.

ભરતી સંબંધિત અન્ય અગત્યની બાબતો

પસંદગી યાદી સંપૂર્ણપણે દ્વિસ્તરીય TAT(Secondary) પરીક્ષા-૨૦૨૩ માં મેળવેલ ગુણને આધારે તૈયાર થશે. જો બે ઉમેદવારના ગુણ સમાન હશે, તો જે ઉમેદવાર વયમાં મોટા હશે તેમને અગ્રતા મળશે. જો જન્મતારીખ પણ સમાન હશે, તો અંગ્રેજી આલ્ફાબેટિક ક્રમ મુજબ અગ્રતા નક્કી થશે.

આ ભરતી માત્ર દિવ્યાંગજનો માટેની ખાસ ઝુંબેશ હોવાથી, કેટેગરી આધારિત (બિન અનામત, EWS, SC, ST, SEBC) અનામતની જોગવાઈઓ કે મહિલા અનામતના ધોરણો આ ભરતી પ્રક્રિયા માટે લાગુ પડશે નહીં. જોકે, ફાઇનલ મેરિટ યાદી તૈયાર કરતી વખતે, મહિલા વિધવા ઉમેદવારને તેઓએ TAT(Secondary)-૨૦૨૩ માં મેળવેલ ગુણના પાંચ ટકા ગુણ ઉમેરીને વિશેષ લાભ આપવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

મંગળવાર બન્યો 'અમંગળ': શેરબજારમાં ઐતિહાસિક કડાકો! 1000 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ, એક જ દિવસમાં 10 લાખ કરોડ સ્વાહા
મંગળવાર બન્યો 'અમંગળ': શેરબજારમાં ઐતિહાસિક કડાકો! 1000 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ, એક જ દિવસમાં 10 લાખ કરોડ સ્વાહા
અનોખો બદલો: પત્નીની બેવફાઈથી નફરત જાગી! શાહીબાગના યુવકે 150 લોકોના એક્ટિવા ચોરી લીધા
અનોખો બદલો: પત્નીની બેવફાઈથી નફરત જાગી! શાહીબાગના યુવકે 150 લોકોના એક્ટિવા ચોરી લીધા
Magh Mela: 'તમે શંકરાચાર્ય કેવી રીતે બન્યા?' અવિમુક્તેશ્વરાનંદને નોટિસ ફટકારાતા ખળભળાટ
Magh Mela: 'તમે શંકરાચાર્ય કેવી રીતે બન્યા?' અવિમુક્તેશ્વરાનંદને નોટિસ ફટકારાતા ખળભળાટ
ગ્રીનલેન્ડ પર ટ્રમ્પનો ખુલ્લો દાવો, નક્શામાં બતાવ્યો અમેરિકાનો કબજો, શેર કર્યો નવો નકશો   
ગ્રીનલેન્ડ પર ટ્રમ્પનો ખુલ્લો દાવો, નક્શામાં બતાવ્યો અમેરિકાનો કબજો, શેર કર્યો નવો નકશો   
Advertisement

વિડિઓઝ

PM Modi Speech: નીતિન નબીન મારા BOSS...: PM મોદી કાર્યકરોને સંબોધિત કરતી વખતે શું બોલ્યા?
Hun To Bolish : હું તો બોલીશ : ધૂળ ખાતો વિકાસ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલમાં ગેંગવૉર !
Hun To Bolish : હું તો બોલીશ : ડીજેવાળા બાબુ દમ ના મારશો !
Karshan Bhadarka Bapu : AAPને મોટો ઝટકો! કરશનબાપુ ભાદરકા કોંગ્રેસમાં જોડાયા
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મંગળવાર બન્યો 'અમંગળ': શેરબજારમાં ઐતિહાસિક કડાકો! 1000 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ, એક જ દિવસમાં 10 લાખ કરોડ સ્વાહા
મંગળવાર બન્યો 'અમંગળ': શેરબજારમાં ઐતિહાસિક કડાકો! 1000 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ, એક જ દિવસમાં 10 લાખ કરોડ સ્વાહા
અનોખો બદલો: પત્નીની બેવફાઈથી નફરત જાગી! શાહીબાગના યુવકે 150 લોકોના એક્ટિવા ચોરી લીધા
અનોખો બદલો: પત્નીની બેવફાઈથી નફરત જાગી! શાહીબાગના યુવકે 150 લોકોના એક્ટિવા ચોરી લીધા
Magh Mela: 'તમે શંકરાચાર્ય કેવી રીતે બન્યા?' અવિમુક્તેશ્વરાનંદને નોટિસ ફટકારાતા ખળભળાટ
Magh Mela: 'તમે શંકરાચાર્ય કેવી રીતે બન્યા?' અવિમુક્તેશ્વરાનંદને નોટિસ ફટકારાતા ખળભળાટ
ગ્રીનલેન્ડ પર ટ્રમ્પનો ખુલ્લો દાવો, નક્શામાં બતાવ્યો અમેરિકાનો કબજો, શેર કર્યો નવો નકશો   
ગ્રીનલેન્ડ પર ટ્રમ્પનો ખુલ્લો દાવો, નક્શામાં બતાવ્યો અમેરિકાનો કબજો, શેર કર્યો નવો નકશો   
ગુજરાતમાં ખળભળાટ: 240 કરોડના બિટકોઈન કૌભાંડમાં વધુ 2 વિકેટ પડી! પૂર્વ MLA ના સંબંધીના 5 દિવસના રિમાન્ડ મંજૂર
ગુજરાતમાં ખળભળાટ: 240 કરોડના બિટકોઈન કૌભાંડમાં વધુ 2 વિકેટ પડી! પૂર્વ MLA ના સંબંધીના 5 દિવસના રિમાન્ડ મંજૂર
US Visa: કેમ 75% ભારતીય વિદ્યાર્થીઓએ અમેરિકા જવાનું માંડી વાળ્યું? કારણ જાણીને તમે પણ ચોંકી જશો!
US Visa: કેમ 75% ભારતીય વિદ્યાર્થીઓએ અમેરિકા જવાનું માંડી વાળ્યું? કારણ જાણીને તમે પણ ચોંકી જશો!
'હું પાર્ટીનો કાર્યકર્તા, નીતિન નબીન મારા બોસ', આપણે ત્યાં અધ્યક્ષ બદલાય, પણ આદર્શ નહીં- PM મોદી 
'હું પાર્ટીનો કાર્યકર્તા, નીતિન નબીન મારા બોસ', આપણે ત્યાં અધ્યક્ષ બદલાય, પણ આદર્શ નહીં- PM મોદી 
અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે હવે આ દેશ સામે કરી લાલ આંખ,  200 ટકા ટેરિફની આપી દિધી ધમકી
અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે હવે આ દેશ સામે કરી લાલ આંખ,  200 ટકા ટેરિફની આપી દિધી ધમકી
Embed widget