હિન્દી ભાષા વિવાદમાં કુદી કંગના રનૌત, અજય-કિચ્ચાની લડાઇમાં શું આપ્યુ નિવેદન, જાણો
કંગના રનૌતે કહ્યું કે, ભારતમાં અલગ અલગ જાતિ પ્રાંત અને ભાષાના લોકો છે, તેને એક દોરીથી બાંધવા માટે કોઇ એક કડી જોઇએ,
Kangana Ranaut on Hindi Debate: અજય દેવગન અને કિચ્ચા સુદીપ વચ્ચે ચાલી રહેલા હિન્દી ભાષા વિવાદમાં હવે બૉલીવુડ ક્વિન કંગના રનૌત પણ કુદી પડી છે. હવે આ સંવેદનશીપ મુદ્દા પર કંગનાએ પોતાનુ બેબાક નિવેદન આપ્યુ છે. કંગના પોતાની મચ અવેટેડ ફિલ્મ ધાકડના ટ્રેલર લૉન્ચિંગ પહોંચી હતી, આ દરમિયાન એક્ટ્રેસે આ મુદ્દા પર પોતાનો મત વ્યક્ત કર્યો હતો.
કંગના રનૌતે કહ્યું કે, ભારતમાં અલગ અલગ જાતિ પ્રાંત અને ભાષાના લોકો છે, તેને એક દોરીથી બાંધવા માટે કોઇ એક કડી જોઇએ, અને એટલા માટે બંધારણમાં હિન્દીને રાષ્ટ્રભાષા બતાવવામાં આવી છે, તામિલ ભાષા, હિન્દીથી પણ જુની છે, પરંતુ તેનાથી પણ જુની સંસ્કૃત છે. મારુ માનવુ છે કે રાષ્ટ્રભાષા સંસ્કૃત હોવી જોઇએ.
આની સાથે જ કંગનાએ વધુમાં કહ્યું કે, ભલે તામિલ હોય કે કન્નડ, તમામ ભાષા સંસ્કૃતમાંથી જ આવી છે, સંસ્કૃતને રાષ્ટ્રભાષા ના બનાવીને હિન્દીને કેમ બનાવી તેનો મારી પાસે જવાબ નથી, જે એ ડિમાન્ડ કરી રહ્યાં છે તે બંધારણની નિંદા કરી રહ્યાં છે, જ્યારે તમે બીજી ભાષાની માંગ કરો છો, તો તમે ભાષાની નહીં પરંતુ સેન્ટ્રલ ગવર્મેન્ટના ફેંસલાના નિંદા કરી રહ્યાં છો, તમે બંધારણ અને સરકારની નિંદા કરી રહ્યાં છો.
View this post on Instagram
એક્ટ્રેસે કહ્યું કે, ઇંગ્લિશ બધાને જોડનારી એક કડી બની ચૂકી છે, આપણા દેશમાં પણ આપણે ઇંગ્લિશનો ઉપયોગ કરીએ છીએ વાતચીત કરવા માટે, તો ભાષા અંગ્રેજી હોવી જોઇએ વાતચીત કરવા માટે કે પછી હિન્દી કે તામિલ કે સંસ્કૃત, તેના વિશે વિચારવુ જોઇએ. ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે-ત્રણ દિવસથી હિન્દી રાષ્ટ્રભાષા હોવી જોઇએ, તેને લઇને બૉલીવુડ સ્ટાર અજય દેવગન અને સાઉથ સ્ટાર કિચ્ચા સુદિપ વચ્ચે જબરદસ્ત ટ્વીટર વૉર શરૂ થયુ છે, આમાં કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રીઓએ પણ પોતાનો મત વ્યક્ત કર્યો હતો.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
c