શોધખોળ કરો
Advertisement
કંગના રાણાવતે પોતાની સરખામણી હોલીવુડની કઈ મહાન એક્ટ્રેસ સાથે કરી? પોતાનાથી સારી એક્ટ્રેસ કોઈ હોય તો શું કરવા તૈયાર?
પહેલા સુંશાત સિંહ રાજપૂત મોત મામલે અને પછી ખેડૂત આંદોલનને લઇને તેના નિવેદનો સોશ્યલ મીડિયા પર હલચલ મચાવી રહ્યાં છે. હંમેશા તે ટ્વીટર પર કોઇને કોઇ વાતને લને ચર્ચા કરતી રહે છે
મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ કંગના રનૌત હવે પોતાની ફિલ્મોને લઇને ઓછા અને પોતાના નિવેદનોનો લઇને વધુ ચર્ચામાં રહે છે. પહેલા સુંશાત સિંહ રાજપૂત મોત મામલે અને પછી ખેડૂત આંદોલનને લઇને તેના નિવેદનો સોશ્યલ મીડિયા પર હલચલ મચાવી રહ્યાં છે. હંમેશા તે ટ્વીટર પર કોઇને કોઇ વાતને લને ચર્ચા કરતી રહે છે.
આ વખતે કંગનાએ ફરી એકવાર એવુ નિવેદન આપી દીધુ છે, જે ચર્ચાનો વિષય બન્યો છે. કંગનાએ ખુદને દુનિયાની સૌથી પ્રતિભાશાળી એક્ટ્રેસ જાહેર કરી દીધી છે. આ દાવો કરતા તેને પોતાની તુલના હૉલીવુડ એક્ટ્રેસ મેરિલ સ્ટ્રીપ અને ગેલ ગડૉટ સાથે કરી દીધી છે.
કંગના રનૌતે ટ્વીટ કર્યુ- જે રીતને રેન્જમાં એક પરફોર્મર તરીકે પોતાના પાત્રને બતાવુ છે. તે આ આખી દુનિયામાં કોઇ એક્ટ્રેસ નથી બતાવી શકતી. મારી અંદર ટેલેન્ટ ઠુસી ઠુસીને ભર્યુ છે, જેમ મેરિલ સ્ટ્રીપ પોતાની ભૂમિકામાં પરતો ખોલે છે, અને હાં, મારી અંદર ગ્લેમર અને એક્શન પણ ભરેલી છે, એકદમ ગૈલ ગડૉટ જેવુ. થલાઇવી અને ધાકડ આ છે મારુ ટ્રાન્સફોર્મેશન એલર્ટ.
કંગની આટલુ કહીને રોકાઇ નહીં, તેનો પોતાના દાવા પર ડિબેટ કરવાની ચેલેન્જ પણ આપી દીધી. બીજા એક ટ્વીટમાં કંગનાએ લખ્યું- હું ઓપન ડિબેટ માટે તૈયાર છુ, જો આ પૃથ્વી પર કોઇ બીજી એક્ટ્રેસ મારાથી વધારે રેન્જ અને સારુ ક્રાફ્ટ બતાવી શકે તો હું વાયદો કરુ છુ કે પોતાનો અહમ છોડી દઇશ, ત્યાં સુધી હું આ ગર્વનુ સુખ લઇ શકુ છુ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ટેકનોલોજી
બિઝનેસ
Advertisement