શોધખોળ કરો
Advertisement
કંગના રનૌતે અમેરિકાના નવા રાષ્ટ્રપતિ જો બાઇડેનને ગણાવ્યો 'ગજની', કમલા હૈરિસ માટે શું કહ્યું, જાણો વિગતે
એક્ટ્રેસ કંગનાએ હવે અમેરિકન ચૂંટણી પરિણામો પર પોતાના વિચારો રજૂ કર્યા છે. તેને અમેરિકાની ઉપરાષ્ટ્રપતિ કમલા હૈરિસનો સપોર્ટ કર્યો છે, અને અમેરિકાના નવા રાષ્ટ્રપતિ જો બાઇડેન પર કટાક્ષ કર્યો છે
મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ કંગના રનૌત સોશ્યલ મીડિયા પર પોતાના પર્સનલ વિચારો રજૂ કરતા જરા પણ ખચકાતી નથી. તે બૉલીવુડ, રાજકારણ અને સામાજિક મુદ્દાઓ પર પોતાનો પક્ષ હંમેશા રાખે છે, અને તેના ફેન્સ તેને સપોર્ટ પણ કરે છે, જોકે કેટલીય વાર તેનો વિરોધ પણ થતો હોય છે.
એક્ટ્રેસ કંગનાએ હવે અમેરિકન ચૂંટણી પરિણામો પર પોતાના વિચારો રજૂ કર્યા છે. તેને અમેરિકાની ઉપરાષ્ટ્રપતિ કમલા હૈરિસનો સપોર્ટ કર્યો છે, અને અમેરિકાના નવા રાષ્ટ્રપતિ જો બાઇડેન પર કટાક્ષ કર્યો છે.
કંગના રનૌતે અમેરિકાની નવી ઉપરાષ્ટ્રપતિ કમલા હૈરિસના ભાષણ પર રિએક્શન આપ્યુ છે. તેને ટ્વીટ કરીને લખ્યુ- ગજની બાઇડેન વિશે નક્કી નથી, જેનો ડેટા દર પાંચ દિવસ બાદ ક્રેશ થઇ જાય છે, એટલી બધી દવાઓ જો તેનામાં ઇન્જેક્ટ કરવામાં આવી છે, તેનાથી તે એક વર્ષથી વધુ નહીં ટકી શકે, એ સ્પષ્ટ છે આગળ કમલા હૈરિસ જ કમાન સંભાળશે. જ્યારે એક મહિલા ઉઠે છે તો તે બીજી મહિલાઓ માટે પણ રસ્તો બનાવે છે. એક ઐતિહાસિક દિવસને સેલિબ્રેટ કરો.
જો બાઇડેનને મળ્યા 7.4 કરોડ વૉટ
ઉલ્લેખનીય છે કે અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બાઇડેન વચ્ચે કડક ટકકર જોવા મળી, ડેમોક્રેટિક પાર્ટીના નેતા જો બાઇડેને શનિવારે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મોટી મેચમાં હરાવ દીધા. જીત બાદ પોતાના ગૃહ રાજ્ય ડેલાવેયરના વિલમિંગટનમાં લોકોને સંબોધિત કરતા બાઇડેને પોતાની જીતને ઐતિહાસિક ગણાવી. તેમને કહ્યું કે 7.4 કરોડથી વધુ અમેરિકનોએ મને મત આપ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ટેકનોલોજી
બિઝનેસ
Advertisement