લોહીથી લથપથ નીચે પડ્યો હતો સૈફ અલી ખાન, ડરી ગયેલી કરિનાએ પહેલો ફોન આ વ્યક્તિને કર્યો ને પછી...
Bollywood News: ઘરમાં ચોરી રાત્રે લગભગ 2 વાગ્યે થઈ હતી. ઘરમાં પ્રવેશ્યા પછી ચોર નોકરાણીના રૂમમાં પહોંચ્યો. નોકરાણીએ બૂમો પાડવાનું શરૂ કર્યું અને તેનો અવાજ સાંભળીને સૈફ રૂમમાંથી બહાર આવ્યો

Bollywood News: બૉલીવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર ગઈકાલે રાત્રે હુમલો થયો હતો. અભિનેતાને તાત્કાલિક મુંબઈની લીલાવતી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ સમાચાર સાંભળ્યા પછી, એક જ પ્રશ્ન ઉભો થઈ રહ્યો હતો કે હુમલા સમયે પત્ની કરીના કપૂર ક્યાં હતી અને શું કરી રહી હતી. એબીપી ન્યૂઝને મળેલી માહિતી અનુસાર, હુમલા સમયે સૈફની પત્ની કરીના કપૂર ઘરે હાજર હતી.
કેટલા વાગે થયો હતો હુમલો -
ઘરમાં ચોરી રાત્રે લગભગ 2 વાગ્યે થઈ હતી. ઘરમાં પ્રવેશ્યા પછી ચોર નોકરાણીના રૂમમાં પહોંચ્યો. નોકરાણીએ બૂમો પાડવાનું શરૂ કર્યું અને તેનો અવાજ સાંભળીને સૈફ રૂમમાંથી બહાર આવ્યો. સૈફે ચોરને પકડવાનો પ્રયાસ કર્યો અને તે જ ક્ષણે તેણે અભિનેતા પર છરી વડે હુમલો કર્યો અને ભાગી ગયો.
કરિના કપૂરે કોને કર્યો પહેલો ફોન -
સૈફને છરીના 6 ઘા મારવામાં આવ્યા હતા. પતિ સૈફને લોહીથી લથપથ નીચે પડેલો જોઈને કરિના કપૂર ગભરાઇ - ડરી ગઈ હતી. કરીનાએ પહેલો ફોન સૈફના મોટા દીકરા ઇબ્રાહિમ અલી ખાનને કર્યો. આ પછી કરિનાએ તેની ભાભી સોહા અલી ખાન અને કુણાલ ખેમુને પણ ફોન કર્યો હતો.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ઇબ્રાહિમ અલી ખાન થોડીવારમાં ઓટો દ્વારા બિલ્ડિંગમાં પહોંચી ગયો. હુમલા સમયે ઘરે કોઈ ડ્રાઈવર હાજર નહોતો. ઇબ્રાહિમ તરત જ સૈફને એ જ ઓટોમાં લીલાવતી હૉસ્પિટલ લઈ ગયો. પછી બીજી કારમાં પાછળથી કુણાલ અને અન્ય સ્ટાફ હૉસ્પિટલ પહોંચ્યો હતો.
CCTV માં પોલીસને દેખાયા બે સંદિગ્ધ -
સૂત્રોના જણાવ્યા અનુસાર, મુંબઈ પોલીસે બે કલાકના સીસીટીવી ફૂટેજ સ્કેન કર્યા છે. સીસીટીવીમાં બે શંકાસ્પદ લોકો જોવા મળ્યા છે. પોલીસે એક આરોપીની ઓળખ કરી લીધી છે. આરોપીનો પહેલો ફોટો પણ સામે આવ્યો છે. મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, શંકાસ્પદ વ્યક્તિ બાજુની ઇમારતમાંથી સૈફના મકાનમાં કૂદી ગયો હતો. સીસીટીવી ફૂટેજમાં શંકાસ્પદ વ્યક્તિ કૂદીને ઇમારતમાં પ્રવેશતો જોવા મળે છે.
આરોપી પર હત્યાના પ્રયાસનો કેસ નોંધવામાં આવ્યો -
સૈફ પર હુમલો કરનારા આરોપી વિરુદ્ધ બાંદ્રા પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ ૧૦૯ હેઠળ હત્યાના પ્રયાસનો કેસ નોંધવામાં આવ્યો છે.
આ પણ વાંચો
Saif Ali Khan Attacked: આ 5 સ્માર્ટ ગેઝેટ્સ તમારા ઘરને ચોરોથી રાખશે સુરક્ષિત





















