શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
કંગના સાથે કામ કરનારી આ એક્ટ્રેસ વધારે પડતા ડાયેટના કારણે 27 વર્ષની ઉંમરે ગુજરી ગઈ, જાણો કઈ ફિલ્મોમાં કરેલું કામ
મિષ્ટી મુખર્જી છેલ્લા કેટલાય સમયથી કિડની સંબંધિત સમસ્યા સામે ઝઝૂમી રહી હતી. તેને ઇલાજ પણ ચાલી રહ્યો હતો. એક્ટ્રેસે શુક્રવારે રાત્રે બેગ્લુરુમાં છેલ્લો શ્વાસ લીધો હતો
મુંબઇઃ બંગાળી એક્ટ્રેસ મિષ્ટી મુખર્જીનુ માત્ર 27 વર્ષની ઉંમરે નિધન થઇ ગયુ છે. મૃત્યુ પાછળ 'કેટો ડાયેટ'ને જવાબદાર ગણાવામાં આવી રહ્યું છે. એક્ટ્રેસની કિડની ફેઇલ થઇ ગઇ હતી, જેના કારણે તેનુ નિધન થયુ છે. મિષ્ટી કંગના રનૌત સહિતના સ્ટાર્સ સાથે પણ કામ કરી ચૂકી છે. મિષ્ટી કંગના સાથે મણિકર્ણિકામાં કામ કરી ચૂકી છે.
મિષ્ટી મુખર્જી છેલ્લા કેટલાય સમયથી કિડની સંબંધિત સમસ્યા સામે ઝઝૂમી રહી હતી. તેને ઇલાજ પણ ચાલી રહ્યો હતો. એક્ટ્રેસે શુક્રવારે રાત્રે બેગ્લુરુમાં છેલ્લો શ્વાસ લીધો હતો. રિપોર્ટમાં પ્રમાણે જાણવા મળ્યુ છે કે અભિનેત્રી છેલ્લા કેટલાય સમયથી ગુર્દાથી જોડાયેલી બિમારીથી પીડિત હતી. મિષ્ટી છેલ્લા એક દાયકાથી ઇન્ડસ્ટ્રીમાં એક્ટિવ હતી, તેને વર્ષ 2012માં ફિલ્મી કેરિયર શરૂ કરી હતી, આ પછી તેને કેટલીક ફિલ્મો અને આઇટમ સોન્ગમાં દેખાઇ ચૂકી હતી, પરંતુ કોઇ મોટા પ્રૉજેક્ટ્સમાં કામ ન હતુ મળ્યુ.
વધુ પડતા ડાયેટના કારણે એક્ટ્રેસની કિડની ફેઇલ થઇ ગઇ હતી, કિટો ડાયેટથી શરીરને નુકશાન થવાનુ જોખમ પુરેપુરુ રહેલુ છે. મિષ્ટી મુખર્જી ઉપરાંત સારા અલી ખાન, કરિના કપૂર, કરણ જોહર, સોનમ કપૂર, ઝરીન ખાન, અર્જૂન કપૂર, અદનાન સામી, હૂમા કૂરેશી, અનંત અંબાણી સહિતની સેલિબ્રિટીઓ પણ 'કેટો ડાયેટ'નો ઉપયોગ કરી ચૂકી છે.
શું છે કીટો ડાયટ?
કિટોજેનિક ડાયટ એક ઉચ્ચ ફેટ, પર્યાપ્ત પ્રૉટીન, કમ કાર્બોહાઇડ્રેટ વાળો આહાર હોય છે. જેનો ઉપયોગ ખાસ કરીને બાળકોમાં મિર્ગીના ઇલાજ માટે કરવામાં આવે છે. આહાર શરીરને કાર્બોહાઇડ્રેટની જગ્યાએ ફેટ સળગાવવા માટે કરે છે. મોટાપો ઓછો કરવા અને વજનને સમતોલ રાખવા માટે કીટો ડાયેટ પ્લાનનો સેલિબ્રિટીઓ ખુબ પ્રયોગ કરે છે, જોકે, યોગ્ય રીતે આનો ઉપયોગ ના કરવાથી તેની સાઇડ ઇફેક્ટ પણ થાય છે. કેટો ડાયેટના કારણે કિડની ફેલ થવાનો પ્રૉબ્લમ સૌથી વધુ રહે છે.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
રાજકોટ
દેશ
શિક્ષણ
Advertisement
gujarati.abplive.com
Opinion