શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
બાબરી મસ્જિદ કેસના ચૂકાદામાં તમામ આરોપીઓ છુટી જતા આ એક્ટ્રેસ ગિન્નાઇ, બોલી- જાતે જ પડી ગઇ બાબરી મસ્જિદ
સ્વરા ભાસ્કારે આરોપીઓ છુટી જવા પર કહ્યું કે, બાબરી મસ્જિદ જાતે જ પડી ગઇ હતી. તેને ટ્વીટમાં લખ્યું- બાબરી મસ્જિદ જાતે જ પડી ગઇ હતી. આની સાથે તેને હાથ જોડનારી ત્રણ ઇમોજીને પણ સામે કરી છે
મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કર બાબરી મસ્જિદ પર આવેલા કોર્ટના ચૂકાદા પર પોતાનુ રિએક્શન આપ્યુ છે. બાબરી મસ્જિદના ચૂકાદામાં તમામ આરોપીઓ છુટી જતા તેને કટાક્ષ કર્યો છે, તેને કહ્યું કે તો પછી બાબરી મસ્જિદ જાતે જ પડી ગઇ હશે.
સ્વરા ભાસ્કારે આરોપીઓ છુટી જવા પર કહ્યું કે, બાબરી મસ્જિદ જાતે જ પડી ગઇ હતી. તેને ટ્વીટમાં લખ્યું- બાબરી મસ્જિદ જાતે જ પડી ગઇ હતી. આની સાથે તેને હાથ જોડનારી ત્રણ ઇમોજીને પણ સામે કરી છે. સ્વરાની પૉસ્ટ પર તેને ફેન્સે જબરદસ્ત કૉમેન્ટો કરવાનુ શરૂ કરી દીધુ હતુ. સ્વરા ભાસ્કરએ સીબીઆઇની સ્પેશ્યલ કોર્ટના ફેંસલા પર આ રીતે સવાલો ઉઠાવ્યા હતા. વળી કેટલાક લોકોએ સોશ્યલ મીડિયા પર આ ફેંસલાનો સ્વાગત પણ કર્યુ હતુ.
બાબરી વિધ્વંવ કેસમાં લાલ કૃષ્ણ આડવાણી, મુરલી મનોહર જોશી, કલ્યાણ સિંહ, સતીષ પ્રધાન, મહંત ગોપાલદાસ અને ઉમા ભારતી સહિત 32 આરોપીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. જજ એસકે યાદવે કહ્યું કે, વિવાદિત માળખું તોડવાની ઘટના પૂર્વ આયોજિત ન હતી. આ ઘટના અચાનક થઈ હતી.
આ 32 લોકો નિર્દોષ જાહેર
ભાજપના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ આડવાણી, મુરલી મનોહર જોશી, કલ્યાણ સિંહ, ઉમા ભારતી, મહંત નૃત્યુ ગોપાલદાસ, સાધ્વી ઋતમ્ભરા, ચમ્પત રાય, વિનય કટિયાર, રામ વિલાસ વેદાંતી, મહંત ધરમ દાસ, પવન પાંડેય, બ્રજ ભૂષણ શરણ સિંહ, સાક્ષી મહારાજ, સતીશ પ્રધાન, આરએન શ્રીવાસ્તવ, તત્કાલીન ડીએમ, જય ભગવાન ગોયલ, રામચંદ્ર ખત્રી, સુધીર કક્કડ, અમરનાત ગોયલ, સંતોષ દુબે, પ્રકાશ શર્મા, જયભાન સિંહ પવૈયા, ધર્મેન્દ્ર સિંહ ગુર્જર, લલ્લૂ સિંહ, હાલના સાંસદ, ઓમ પ્રકાશ પાંડેય, વિનય કુમાર રાય, કમલેશ ત્રિપાઠી, ગાંધી યાદવ, વિજય બહાદુર સિંહ, નવીન શુક્લા, આચાર્ય ધર્મેન્દ્ર, રામજી ગુપ્તા.
નોંધનીય છે કે, અયોધ્યામાં 6 ડિસેમ્બર, 1992ના રોજ બાબરીનો વિવાદ ભાગ તોડી પાડવાના મામલે સીબીઆઈની વિશેષ કોર્ટે ચુકાદો આપ્યો છે. આ મામલે કુલ 49 આરોપીઓ હતા, જેમાંથી 17 આરોપીઓના મોત થયા છે. એવામાં કોર્ટે કેસમાં બાકીના તમામ 32 મુખ્ય આરોપીઓને લઈને ચુકાદો આપ્યો.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સુરત
દુનિયા
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion