શોધખોળ કરો
કોરોના સંકટમાં એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાએ દાન કર્યા 5 કરોડ રૂપિયા, જાણો વિગતે
તાજેતરમાં જ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાએ ઇન્સ્ટાગ્રામ પર પોતાના પ્રસંશકોને વર્ચ્યૂઅલ ડાન્સ માસ્ટરક્લાસ આયોજિત કરવાની જાણકારી આપી હતી. જે લોકો પોતાનુ વજન ઓછુ કરવા માંગે છે તે દરેક માટે આ સેશન ખુલ્લુ છે

નવી દિલ્હીઃ બૉલીવુડના અન્ય સ્ટાર્સની જેમ હવે અભિનેત્રી ઉર્વશી રૌતેલા પણ કોરોના સંકટમાં મદદ કરવા માટે આગળ આવી છે. એક્ટ્રેસે પાંચ કરોડ રૂપિયાનુ દાન કર્યુ છે, તેનુ કહેવુ છે કે, આ મહામારીના સમયે દરેક સાથે આવવાની જરૂર છે, કોઇપણ મદદ નાની નથી હોતી. તાજેતરમાં જ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાએ ઇન્સ્ટાગ્રામ પર પોતાના પ્રસંશકોને વર્ચ્યૂઅલ ડાન્સ માસ્ટરક્લાસ આયોજિત કરવાની જાણકારી આપી હતી. જે લોકો પોતાનુ વજન ઓછુ કરવા માંગે છે તે દરેક માટે આ સેશન ખુલ્લુ છે. આ સેશનમાં એક્ટ્રેસ ઉર્વશીએ ઝૂમ્બા, તબલા અને લેટિન નૃત્ય શીખવાડ્યુ, ટિકટૉક પર આ ડાન્સ માસ્ટરક્લાસે તેને 1.8 કરોડ લોકો સાથે જોડી. આનાથી ઉર્વસી રૌતેલાને પાંચ કરોડ રૂપિયા મળ્યા જે બાદમાં આ રકમને કોરોના વાયરસ વિરુદ્ધની લડાઇમાં દાન કરી દીધી. એક્ટ્રેસે કહ્યું હું દરેકની આભારી છું, જે લોકો આવા સમયે મદદ કરી રહ્યાં છે, તેમની દરેક મદદ મોટી છે, કોઇ નાની નથી. આપણે સાથે રહીને આખી દુનિયાને હરાવી શકીએ છીએ. નોંધનીય છે કે, આ મહામારીના સમયે બૉલીવુડના કેટલાય સ્ટાર્સે મદદ કરી છે, અક્ષય કુમારથી માંડીને શાહરૂખ ખાન, સલમાન ખાન, વરુણ ધવન, વિકી કૌશલ, સોનુ સૂદ સહિતના દિગ્ગજો સામેલ છે.
વધુ વાંચો





















