શોધખોળ કરો
Advertisement
પ્રભાસની આદિપુરૂષમાં સૈફ બનશે લંકેશ રાવણ, બૉલીવુડની આ હૉટ એક્ટ્રેસ કરશે મા સીતાનો રૉલ, જાણો બીજું કોણ છે?
ફિલ્મમાં સીતાની ભૂમિકાને લઇને કેટલીય એક્ટ્રેસીસનુ નામ ચર્ચાયુ હતુ. જેમાં અનુષ્કા શેટ્ટી, અનુષ્કા શર્મા અને કૃતિ સેનન સહિત સાઉથ અને બૉલીવુડની કેટલીય એક્ટ્રેસના નામ પર વિચાર કરવામાં આવ્યો હતો. અંતે ફિલ્મમાં સીતાના રૉલ માટે મેકર્સ કૃતિ સેનના નામ પર મહોર મારી દીધી છે
મુંબઇઃ સુપરસ્ટાર પ્રભાસે લૉકડાઉનની વચ્ચે ઓગસ્ટમાં પોતાની આગામી ફિલ્મ આદિપુરુષનુ પૉસ્ટર ફેન્સની સાથે શેર કર્યુ હતુ. ફિલ્મના પૉસ્ટરમાં ખુલાસો કર્યો હતો કે આ રામાયણથી પ્રેરિત છે. ફિલ્મમાં તે રામની ભૂમિકા નિભાવી રહ્યો છે. ખાસ વાત છે કે આ ફિલ્માં સૈફ અલી ખાન પણ જોડાઇ ગયો છે. સૈફ હવે લંકેશની ભૂમિકામાં દેખાશે.
સૈફ અલી ખાન ફિલ્મમાં વિલન એટલે કે રાવણના રૉલમાં દેખાશે. તેનુ નામ લંકેશ હશે. ફિલ્મમાં સીતાની ભૂમિકાને લઇને કેટલીય એક્ટ્રેસીસનુ નામ ચર્ચાયુ હતુ. જેમાં અનુષ્કા શેટ્ટી, અનુષ્કા શર્મા અને કૃતિ સેનન સહિત સાઉથ અને બૉલીવુડની કેટલીય એક્ટ્રેસના નામ પર વિચાર કરવામાં આવ્યો હતો. અંતે ફિલ્મમાં સીતાના રૉલ માટે મેકર્સ કૃતિ સેનના નામ પર મહોર મારી દીધી છે, એટલે કે ફિલ્મમાં સીતાની ભૂમિકામાં કૃતિ સેનને દેખાશે.
ફિલ્મની શૂટિંગ આગામી વર્ષે જાન્યુઆરીથી શરૂ થવાની છે. મુંબઇ મિરરના રિપોર્ટ પ્રમાણે, હિન્દી અને તેલુગુ ઇન્ડસ્ટ્રીમાં કેટલાય નામો પર વિચાર કર્યા બાદ મેકર્સે હિન્દી ફિલ્મની કૃતિ સેનને સીતા બનાવવાનો ફેંસલો કર્યો હતો. તે ફિલ્મમાં સન્માનીય અને શાંત સ્વભાવની સીતાનો રૉલ કરશે. ફિલ્મનુ મોટા ભાગનુ શૂટિંગ ક્રૉમા પર થશે.
ઉલ્લેખનીય છે કે આદિપુરુષ હિન્દી અને તેલુગુમાં શૂટ થશે. આને તામિલ, મલયાલમ, કન્નડ અને બીજી કેટલીય આંતરરાષ્ટ્રીય ભાષાઓમાં ડબ કરીને રિલીઝ કરવામાં આવશે. આગામી 11 ઓગસ્ટે આને રિલીઝ કરવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement