Drishyam 2ની બૉક્સ ઓફિસ પર ધમાલ, છઠ્ઠા દિવસે પણ તાબડતોડ કમાણી, જાણો
હવે જલદી 100 કરોડના ક્લબમાં સામેલ થવા માટે તૈયારી કરી રહી છે.‘દ્રશ્યમ 2’ની કમાણી પર નજર નાંખીએ તો છઠ્ઠા દિવસે ફિલ્મએ 10 કરોડનો બિઝનેસ કર્યા છે
Drishyam 2 Box Office Collection Day 6: અજય દેવગન (Ajay Devgn) સ્ટારર ‘દ્રશ્યમ 2’ (Drishyam 2)ની બૉક્સ ઓફિસ પર (Box Office) ધમાલ યથાવત છે, ફિલ્મને રિલીઝ થયે પાંચ દિવસ વીતી ગયા છે, છતાં બિઝનેસ કરવામાં પાછી નથી પડી રહી. રિપોર્ટ્ પ્રમાણે ‘દ્રશ્યમ 2’ છઠ્ઠા દિવસે પણ તાબડતોડ કરોડોમાં કમાણી કરી લીધી છે.
‘દ્રશ્યમ 2’ની કમાણી -
હવે જલદી 100 કરોડના ક્લબમાં સામેલ થવા માટે તૈયારી કરી રહી છે.‘દ્રશ્યમ 2’ની કમાણી પર નજર નાંખીએ તો છઠ્ઠા દિવસે ફિલ્મએ 10 કરોડનો બિઝનેસ કર્યા છે. કમાણીના મામલામાં પહેલા દિવસની ‘દ્રશ્યમ 2’ની કમાણી 15.38 કરોડ રૂપિયા રહી છે. વળી, બીજા દિવસે પણ ફિલ્મનું કલેક્શન શાનદાર રહ્યુ અને આમાં 21.59 કરોડ રૂપિયાની કમાણી કરી. ફિલ્મએ ત્રીજા દિવસે 27.17 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. વળી, ચોથા દિવસે પણ ફિલ્મનુ કલેક્શન સારુ રહ્યુ હતુ, અને 11 કરોડ રૂપિયાનો બિઝનેસ કરવામાં સફળ રહી હતી.વળી, અર્લી ટ્રેન્ડ્સ અનુસાર, ફિલ્મ પાંચમા દિવસે સારી કમાણી કરી રહી છે. અર્લી ટ્રેન્ડ્સ પ્રમાણે ‘દ્રશ્યમ 2’એ 5મા દિવસે પણ 11 કરોડ રૂપિયાનો બિઝનેસ કરી લીધો છે. હવે રિપોર્ટ છે કે, ફિલ્મએ છઠ્ઠા દિવસે તાબડતોડ 10 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. આની સાથે જ ફિલ્મની કુલ કમાણી હવે 96.49 કરોડ રૂપિયા થઇ ગઇ છે. ગુરુવારે બૉક્સ ઓફિસ પર 100 કરોડનો આંકડો પાર કરી શકે છે.
‘દ્રશ્યમ 2’નુ કલેક્શન -
પહેલો દિવસ - 15.38 કરોડ રૂપિયા
બીજો દિવસ - 21.59 કરોડ રૂપિયા
ત્રીજો દિવસ - 27.17 કરોડ રૂપિયા
ચોથો દિવસ - 11.87 કરોડ રૂપિયા
પાંચમો દિવસ - 11 કરોડ રૂપિયા
છઠ્ઠો દિવસ - 10 કરોડ રૂપિયા
કુલ કલેક્શન - 96.49 કરોડ રૂપિયા
દ્રશ્યમ 2 સ્ટાર કાસ્ટ -
'દ્રશ્યમ 2'માં અજય દેવગન, તબ્બુ, શ્રિયા સરન ઉપરાંત અક્ષય ખન્ના, ઈશિતા દત્તા, મૃણાલ જાધવ, રજત કપૂર જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મનું નિર્દેશન અભિષેક પાઠકે કર્યું છે. તેનું નિર્માણ ભૂષણ કુમારે કર્યું છે. આ ફિલ્મ 2013માં આવેલી સાઉથ ફિલ્મ દ્રષ્ટિમની રિમેક છે.
'દ્રશ્યમ 2'ની રિવ્યૂ -
અજય દેવગન સ્ટારર ફિલ્મ 'દ્રશ્યમ 2'ને ફિલ્મ સમીક્ષકો અને લોકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. ભલે આ ફિલ્મ 2015માં આવેલી ફિલ્મ 'દ્રશ્યમ'ની રીમેક છે. ફિલ્મમાં, તબ્બુ વિજય સાલગાંવકર (અજય દેવગન) વિરુદ્ધ પુરાવા શોધવાનો પૂરો પ્રયાસ કરે છે.