Rakshabandhan Box office Collection: અક્ષયના સ્ટારડમ પર ઉઠ્યા સવાલ, વર્ષમાં ફ્લોપ ફિલ્મોની હેટ્રિક સાબિત થઈ રહી છે રક્ષાબંધન
થોડા વર્ષો પહેલાં અક્ષય કુમારની ફિલ્મોને 100 કરોડની ક્લબમાં પહોંચી જવું સામાન્ય વાત હતી. પરંતુ આ વર્ષે અક્ષય કુમાર ફ્લોપ સાબિત થયો છે.
Rakshabandhan Box office Collection: થોડા વર્ષો પહેલાં અક્ષય કુમારની ફિલ્મોને 100 કરોડની ક્લબમાં પહોંચી જવું સામાન્ય વાત હતી. પરંતુ આ વર્ષે અક્ષય કુમાર ફ્લોપ સાબિત થયો છે. 2022ના વર્ષમાં અક્ષય કુમારની 3 ફિલ્મો રીલીઝ થઈ છે જેમાંથી 2 ફિલ્મો બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી. ત્યારે હવે રિલીઝ થયેલી ફિલ્મ રક્ષાબંધન પણ આ ફ્લોપ ફિલ્મોની યાદીમાં સામેલ થવા માટે લાઈનમાં લાગી છે. ત્યારે હવે અક્ષય કુમારના સ્ટારડમ ઉપર સવાલ ઉભા થઈ રહ્યા છે.
અક્ષયનું સ્ટારડમ ફિલ્મોને ના બચાવી શક્યુંઃ
11 ઓગષ્ટના રોજ રિલીઝ થયેલી અક્ષય કુમારની ફિલ્મ રક્ષાબંધન બોક્સ ઓફિસ કંઈ ખાસ કમાલ નથી બતાવી શકી. ફિલ્મના 5 દિવસના બોક્સ ઓફિસ કલેક્શને ફિલ્મ મેકર્સને ખુબ નિરાશ કર્યા છે. રાક્ષાબંધન 5 દિવસમાં 50 કરોડની કમાણી તો દૂરની વાત હોય તેમ 40 કરોડ પણ નથી કમાઈ શકી. હમણમાં જાહેર થયેલા બોક્સ ઓફિસ કલેક્શનના આંકડા મુજબ અક્ષયની ફિલ્મે સોમવાર સુધીમાં ફક્ત 34.47 કરોડ રુપિયાનું કલેક્શન કર્યું છે.
રક્ષાબંધન નોન પરફોર્મર સાબિત થઈઃ
ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે રક્ષાબંધન ફિલ્મની કમાણીના આંકડા જાહેર કર્યા હતા. જે મુજબ અક્ષયની ફિલ્મ રક્ષાબંધન નોન પરફોર્મર સાબિત થઈ છે. 11 ઓગષ્ટથી એક સાથે ઘણી રજાઓ આવી છતાં ફિલ્મ તેની રિલીઝના 5 દિવસમાં એક પણ દિવસે ડબલ ડિજિટના આંકડામાં કમાણી નથી કરી શકી. 11 ઓગષ્ટ ગુરુવારે ફિલ્મની કમાણી 8.20 કરોડ રહી હતી. પછી શુક્રવારે ફિલ્મે 6.40 કરોડની કમાણી કરી, શનિવારે 6.51 કરોડ. રવિવારે 7.05 કરોડ અને સોમવારે 6.31 કરોડની કમાણી કરી હતી. રક્ષાબંધન ફિલ્મને રક્ષાબંધનના તહેવારનો પણ ઘણો લાભ મળ્યો નહોતો.
આમિર ખાનની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાના આંકડા અક્ષયની ફિલ્મ કરતાં થોડા સારા છે. જો કે આમિરની ફિલ્મ પણ 5 દિવસના અંતે કુલ 50 કરોડ રુપિયા પણ નથી કમાઈ શકી. લાલ સિંહ ચઢ્ઢાએ કુલ 46 કરોડ રુપિયા કમાણી કરી છે. આના પરથી કહી શકાય કે 'લાલ સિંહ ચઢ્ઢા' 'રક્ષાબંધન'ની આગળ નિકળી ગઈ છે.
આ પણ વાંચોઃ