બ્રહ્માસ્ત્ર ફિલ્મે રચ્યો ઈતિહાસઃ ડિજ્નીની ગ્લોબલ થિયેટ્રિકલ રિલીઝમાં જગ્યા બનાવનાર પહેલી ભારતીય ફિલ્મ બની
ઘણા લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી છે તે આલિયા ભટ્ટ અને રણબીર કપૂર સ્ટારર ફિલ્મ બ્રહ્માસ્ત્ર રિલીઝ પહેલાં જ હેડલાઈનમાં રહી છે.
BRAHMASTRA TO GET DISNEY’S GLOBAL THEATRICAL RELEASE: ઘણા લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી છે તે આલિયા ભટ્ટ અને રણબીર કપૂર સ્ટારર ફિલ્મ બ્રહ્માસ્ત્ર રિલીઝ પહેલાં જ હેડલાઈનમાં રહી છે. હવે આ ફિલ્મે ભારતીય ફિલ્મ જગતના ઈતિહાસની અનોખી સિદ્ધી હાંસલ કરી લીધી છે. બ્રહ્માસ્ત્ર ફિલ્મને વોલ્ટ ડિજ્ની સ્ટૂડિયોઝ મોશન પિક્ચર્સે તેની વૈશ્વિક થિયેટ્રીકલ રિલીઝની લિસ્ટમાં શામેલ કરી લીધી છે. આ લિસ્ટમાં થોરઃ લવ એન્ડ થંડર, બ્લેક પેન્થરઃ વકાંડા ફોરએવર, અવતારઃ ધ વે ઓફ વોટર ફોર જેવી હોલીવુડ ફિલ્મોનો સમાવેશ થાય છે. હવે "બ્રહ્માસ્ત્ર પાર્ટ વનઃ શિવા" પણ આ ફિલ્મોની યાદીમાં જોડાઈ ગઈ છે.
બ્રહ્માસ્ત્ર ફિલ્મની વાત કરીએ તો, આ ફિલ્મ આ વર્ષે 9 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થવા જઈ રહી છે. ભારતમાં રિલીઝ થવાની સાથે આ ફેન્ટસી અને એડવેન્ચર ફિલ્મને ડિજ્નીની વૈશ્વિક થિયેટર રિલીઝમાં સ્થાન મળ્યું છે. બ્રહ્માસ્ત્ર ફિલ્મમાં આલિયા અને રણબીરનું પાત્ર શિવા અને ઈશા હશે અને આ પાત્રોનો પરિચય આપતાં ફિલ્મના ડાયરેક્ટર અયાન મુખર્જીએ ફિલ્મનું પોસ્ટર સોશિયલ મીડિયા પર શેર કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, રણબીર કપૂર અને આલિયા ભટ્ટ તેમના લગ્ન બાદ પહેલી વખત ફિલ્મી પડદે એક સાથે દેખાશે.
View this post on Instagram