શોધખોળ કરો
Advertisement
ઇરફાન ખાનના નિધનથી દુઃખી બિગબી બોલ્યા- એક શાનદાર ટેલેન્ટ ગયુ, ખાલીપણુ અનુભવાઇ રહ્યું છે
એક્ટરના નિધન પર બૉલીવુડમાંથી જુદીજુદી પ્રતિક્રિયાઓ આવી રહી છે. બિગબીએ નિધનના સમાચાર સાંભળતા ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી
મુંબઇઃ બૉલીવુડના દિગ્ગજ ઇરફાને આજે મુંબઇમાં 54 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા, લાંબા સમયથી કેન્સર સામે જંગ લડી રહેલા એક્ટરનું આજે કોકિલાબેન ધીરુભાઇ અંબાણી હૉસ્પીટલમાં નિધન થતાં બૉલીવુડ જગત દુઃખમાં સરી પડ્યુ છે. એક્ટરના નિધન પર બૉલીવુડમાંથી જુદીજુદી પ્રતિક્રિયાઓ આવી રહી છે. બિગબીએ નિધનના સમાચાર સાંભળતા ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી.
અમિતાભ બચ્ચને કહ્યું, મને હમણાં જ દુઃખદ સમાચાર મળ્યા, આ એક ખરાર સમાચાર છે, એક અવિશ્વસનીય પ્રતિભા. એક મહાન સહયોગી, સિનેમાની દુનિયા માટે એક શાનદાર યોગદાનકર્તા, અમને બહુજ જલ્દી છોડીને ચાલ્યા ગયા. ઇરફાને ફિલ્મ પીકુમાં અમિતાભ બચ્ચનની સાથે કામ કર્યુ હતુ.
ટેલેન્ટેડ અભિનેતા ઇરફાન ખાનના નિધનના સમાચાર મળતાં જ નિર્દેશક અને નિર્માતા બોની કપૂર, અભિનેતા અનુપમ ખેર, જાણીતા લેખક જાવેદ અખ્તર સહિતના સ્ટાર્સે દુઃખ વ્યક્ત કર્યુ હતુ.
નોંધનીય છે કે, અભિનેતા ઇરફાન ખાન 'મકબૂલ', 'લાઇફ ઇન દ મેટ્રૉ', 'ધ લંચ બૉક્સ', 'પીકૂ', 'તલવાર' અને 'હિન્દી મીડિયમ' જેવી શાનદાર ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
ક્રાઇમ
બિઝનેસ
Advertisement