શોધખોળ કરો
માઇનસ 33 ડિગ્રી ઠંડીનો આનંદ લેવા લદ્દાખ પહોંચ્યા બિગ બી, શેર કરી તસવીર
શેર કરેલી તસવીરમાં અભિનેતા મંકી કેપ અને વ્હાઇટ જેકેટ પહેરેલા દેખાઇ રહ્યાં છે, આની સાથે જ તેને સ્નૉ સ્પોર્ટ્સ વાળા ચશ્મા પણ પહેરેલા છે. વળી તેમને હાથોમાં ઓલિવ ગ્રીન કલરના ગ્લવ્ઝ પણ પહેર્યા છે
![માઇનસ 33 ડિગ્રી ઠંડીનો આનંદ લેવા લદ્દાખ પહોંચ્યા બિગ બી, શેર કરી તસવીર amitabh bachchan shares ladakh visit photo માઇનસ 33 ડિગ્રી ઠંડીનો આનંદ લેવા લદ્દાખ પહોંચ્યા બિગ બી, શેર કરી તસવીર](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/01/07182511/Big-B-01.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મુંબઇઃ બૉલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચને તાજેતરમાં જ પોતાની લદ્દાખની એક તસવીર પૉસ્ટ કરી, તો ફેન્સે ટેન્શનમાં આવી ગયા. પરેશાન લોકો એટલા માટે થયા કેમકે શુભચિંતકો તેમના સ્વાસ્થ્યની ચિંતા કરી રહ્યાં હતા.
ખરેખર, બુધવારે ફેસબુક પર બિગ બીએ એક તસવીર પૉસ્ટ કરી, જેમાં તે લદ્દાખમાં માઇનસ 33 ડિગ્રી સેલ્સિયસમાં ઠંડીનો આનંદ લેતા દેખાઇ રહ્યાં છે. તસવીર શેર કરતાં તેમને કેપ્શનમાં લખ્યુ- લદ્દાખ ગયો અને પાછો આવી ગયો છુ. માઇનસ 33 ડિગ્રી... આ બધા પણ મને ઠંડીથી બચાવી ના શક્યા.
શેર કરેલી તસવીરમાં અભિનેતા મંકી કેપ અને વ્હાઇટ જેકેટ પહેરેલા દેખાઇ રહ્યાં છે, આની સાથે જ તેને સ્નૉ સ્પોર્ટ્સ વાળા ચશ્મા પણ પહેરેલા છે. વળી તેમને હાથોમાં ઓલિવ ગ્રીન કલરના ગ્લવ્ઝ પણ પહેર્યા છે.
આ તસવીર પર તેમના ફેન્સ ખુબ કૉમેન્ટ્સ અને રિએક્શન આપી રહ્યાં છે, અને સતત તેમના સ્વાસ્થ્યની ચિંતા વ્યક્ત કરી રહ્યાં છે. એટલા માટે કે આ પહેલા બિગ બી કોરોના વાયરસની ઝપેટમાં આવી ચૂક્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)