શોધખોળ કરો

Andrew Symonds Death: અક્ષય કુમાર અને અનુષ્કા શર્મા સાથે આ ફિલ્મમાં જોવા મળ્યો હતો એન્ડ્ર્યુ સાયમન્ડ્સ, જાણો વિગત

Andrew Symonds Death: ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર એન્ડ્ર્યુ સાયમન્ડ્સનું શનિવારે રાત્રે ટાઉન્સવિલેમાં કાર અકસ્માતમાં સાયમન્ડ્સનું મૃત્યુ થયું છે

Andrew Symonds Death:  ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર એન્ડ્ર્યુ સાયમન્ડ્સનું શનિવારે રાત્રે ટાઉન્સવિલેમાં કાર અકસ્માતમાં સાયમન્ડ્સનું મૃત્યુ થયું છે. તેઓ 46 વર્ષના હતા. આ દુઃખદ સમાચારથી ક્રિકેટ જગતમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. ક્રિકેટ જગતના સ્ટાર્સ તેને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે. મળતી માહિતી મુજબ, એન્ડ્ર્યુ સાયમન્ડ્સની કાર શનિવારે રાત્રે અકસ્માતનો શિકાર બની હતી. સ્થાનિક મીડિયા અનુસાર, સાયમન્ડ્સને બચાવવાના તમામ પ્રયાસો નિષ્ફળ ગયા. પોલીસે જણાવ્યું હતું કે અકસ્માત દરમિયાન એન્ડ્ર્યુ સાયમન્ડ્સને ગંભીર ઈજાઓ થઈ હતી.

અક્ષય કુમાર સાથે કર્યુ કામ

ક્રિકેટની સાથે તેણે મનોરંજનની દુનિયામાં પણ હાથ અજમાવ્યો. સિમન્ડ્સ રિયાલિટી ટીવી શો બિગ બોસનો ભાગ હતો તેમજ તેણે વર્ષ 2011માં અક્ષય કુમાર, ઋષિ કપૂર અને અનુષ્કા શર્મા સાથે ફિલ્મ પટિયાલા હાઉસમાં પણ કામ કર્યું હતું. પટિયાલા હાઉસ ક્રિકેટ પર આધારિત ફિલ્મ હતી, જેમાં અક્ષય કુમારે મોન્ટી પાનેસરથી પ્રેરિત ફાસ્ટ બોલરનું પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મમાં સાયમન્ડ્સ પોતાના પાત્રમાં દેખાયા હતા. એટલે કે તેણે ઓસ્ટ્રેલિયન ક્રિકેટર સાયમન્ડ્સની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં તેના સિવાય ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર શોન ટેટ પણ જોવા મળ્યો હતો. આ ફિલ્મનું નિર્દેશન નિખિલ અડવાણીએ કર્યું હતું.

બિગ બોસ 5માં સની લિયોની સાથે હતી મિત્રતા

સાયમન્ડ્સે તેની કારકિર્દી દરમિયાન ઘણી યાદગાર ઇનિંગ્સ રમી હતી. આ સાથે તે વિવાદોને કારણે પણ ચર્ચામાં રહ્યો હતો. સાયમન્ડ્સ સાથે જોડાયેલી એક રસપ્રદ વાત એ છે કે તે ટીવી શો 'બિગ બોસ 5'નો ભાગ હતો. આ દરમિયાન તેણે સની લિયોન સાથે મિત્રતા પણ કરી હતી. સાયમન્ડ્સ ટીવી શો 'બિગ બોસ 5'માં જોવા મળ્યો હતો. સની લિયોન સાથેની મિત્રતાના કારણે તે ઘણો લોકપ્રિય બન્યો હતો. સાયમન્ડ્સ પોતાના પ્રદર્શનને કારણે ક્રિકેટના મેદાનમાં પ્રભુત્વ જમાવતા હતા. ક્રિકેટ સિવાય પણ તેનું નામ ઘણા વિવાદો સાથે જોડાયેલું હતું. દારૂની લતના કારણે તે ઘણી વખત ચર્ચામાં આવ્યો હતો.

એન્ડ્રુ સાયમન્ડ્સના અવસાનથી તેના ચાહકો પણ શોકમાં ડૂબી ગયા છે. ક્વીન્સલેન્ડ પોલીસ પાસેથી મળેલી માહિતી અનુસાર, આ ઘટના શનિવારે રાત્રે લગભગ 10.30 વાગ્યે હરવે રેન્જમાં બની હતી. અકસ્માતની માહિતી મળતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે કાર વધુ સ્પીડના કારણે રોડ પર પલટી ગઈ હતી. આ અકસ્માત એલિસ નદી પરના પુલ પાસે થયો હતો. સાયમન્ડ્સને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલના તબીબોએ તેને બચાવવા માટે ઘણી કોશિશ કરી, પરંતુ સફળતા મળી ન હતી.

સાયમન્ડ્સના નિધન પર આઈસીસીએ વ્યક્ત કર્યો શોક

ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ વિકેટકીપર એડમ ગિલક્રિસ્ટે 46 વર્ષીય સાયમન્ડ્સના નિધન પર ટ્વિટ દ્વારા દુઃખ વ્યક્ત કર્યું છે. તેણે કહ્યું કે તે ખૂબ જ પીડાદાયક છે. સાયમન્ડ્સના નિધન બાદ ICC, એડમ ગિલક્રિસ્ટ, જેસન ગિલેસ્પી, ક્રિકેટ ઓસ્ટ્રેલિયા અને શોએબ અખ્તરે ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો હતો. સાયમન્ડ્સ પહેલા ઓસ્ટ્રેલિયાના રોડ માર્શ અને શેન વોર્નનું આ વર્ષની શરૂઆતમાં અવસાન થયું હતું.

સાયમન્ડ્સની આંતરરાષ્ટ્રીય કરિયર પર નજર

સાયમન્ડ્સે તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં ઓસ્ટ્રેલિયા માટે કુલ 26 ટેસ્ટ, 198 ODI અને 14 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. તેણે ટેસ્ટમાં 40.61ની એવરેજથી 1462 રન, વનડેમાં 39.44ની એવરેજથી 5088 રન અને ટી20માં 48.14ની એવરેજથી 337 રન બનાવ્યા છે. આ સિવાય સાયમન્ડ્સે ટેસ્ટમાં 24 વિકેટ, વનડેમાં 133 વિકેટ અને ટી20માં આઠ વિકેટ ઝડપી હતી. તેણે 2003 અને 2007માં ઓસ્ટ્રેલિયાને વર્લ્ડ કપ જીતવામાં મદદ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. સાયમન્ડ્સે 39 IPL મેચોમાં પણ ભાગ લીધો હતો. આમાં તેના નામે 36.07ની એવરેજ અને 129.87ની સ્ટ્રાઈક રેટથી 974 રન છે. આ સિવાય સાયમન્ડ્સે લીગમાં 20 વિકેટ પણ લીધી હતી. સાયમન્ડ્સ આઈપીએલમાં ડેક્કન ચાર્જર્સ અને મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમ્યા હતા.

Andrew Symonds Death:  અક્ષય કુમાર અને અનુષ્કા શર્મા સાથે આ ફિલ્મમાં જોવા મળ્યો હતો એન્ડ્ર્યુ સાયમન્ડ્સ, જાણો વિગત

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

MI vs KKR: મુંબઈનો એકતરફી વિજય, કોલકાતાને ૮ વિકેટે ધૂળ ચટાડી
MI vs KKR: મુંબઈનો એકતરફી વિજય, કોલકાતાને ૮ વિકેટે ધૂળ ચટાડી
EPFOએ આપ્યા સારા સમાચાર, ઓટો સેટલમેન્ટ એડવાન્સ ક્લેમ 1 લાખથી વધારી 5 લાખ થયો
EPFOએ આપ્યા સારા સમાચાર, ઓટો સેટલમેન્ટ એડવાન્સ ક્લેમ 1 લાખથી વધારી 5 લાખ થયો
પોલિસી લેતા સમયે દારૂ પીવાની વાત છૂપાવી, સુપ્રીમ કોર્ટે હેલ્થ ક્લેમનો દાવો ના માન્યો
પોલિસી લેતા સમયે દારૂ પીવાની વાત છૂપાવી, સુપ્રીમ કોર્ટે હેલ્થ ક્લેમનો દાવો ના માન્યો
ગુજરાત એસટી બસના ભાડા તો મોંઘા થયા, હવે ખાનગીવાળાનો વારો! મુસાફરોને લાગશે ડબલ ફટકો!
ગુજરાત એસટી બસના ભાડા તો મોંઘા થયા, હવે ખાનગીવાળાનો વારો! મુસાફરોને લાગશે ડબલ ફટકો!
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જોખમમાં બાળપણ?Hun To Bolish : હું તો બોલીશ : આ ફાંકા ફોજદારનું સરઘસ ક્યારે?Surendranagar Hit and Run: સુરેન્દ્રનગરના સાયલામાં ડમ્પરે સ્કૂલવાનને મારી ટક્કર,અકસ્માતમાં એક વિદ્યાર્થીનું મોતEXCLUSIVE Interview with Shankar Chaudhary: વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી સાથે EXCLUSIVE વાતચીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
MI vs KKR: મુંબઈનો એકતરફી વિજય, કોલકાતાને ૮ વિકેટે ધૂળ ચટાડી
MI vs KKR: મુંબઈનો એકતરફી વિજય, કોલકાતાને ૮ વિકેટે ધૂળ ચટાડી
EPFOએ આપ્યા સારા સમાચાર, ઓટો સેટલમેન્ટ એડવાન્સ ક્લેમ 1 લાખથી વધારી 5 લાખ થયો
EPFOએ આપ્યા સારા સમાચાર, ઓટો સેટલમેન્ટ એડવાન્સ ક્લેમ 1 લાખથી વધારી 5 લાખ થયો
પોલિસી લેતા સમયે દારૂ પીવાની વાત છૂપાવી, સુપ્રીમ કોર્ટે હેલ્થ ક્લેમનો દાવો ના માન્યો
પોલિસી લેતા સમયે દારૂ પીવાની વાત છૂપાવી, સુપ્રીમ કોર્ટે હેલ્થ ક્લેમનો દાવો ના માન્યો
ગુજરાત એસટી બસના ભાડા તો મોંઘા થયા, હવે ખાનગીવાળાનો વારો! મુસાફરોને લાગશે ડબલ ફટકો!
ગુજરાત એસટી બસના ભાડા તો મોંઘા થયા, હવે ખાનગીવાળાનો વારો! મુસાફરોને લાગશે ડબલ ફટકો!
ક્યાંક સ્કૂલ વાન તો ક્યાંક બાઈક! ગુજરાતમાં રસ્તા પર જાણે મોતનું માંડવો! અકસ્માતમાં એક જ દિવસમાં 4ના મોત અને 22થી વધુ લોકો ઘાયલ
ક્યાંક સ્કૂલ વાન તો ક્યાંક બાઈક! ગુજરાતમાં રસ્તા પર જાણે મોતનું માંડવો! અકસ્માતમાં એક જ દિવસમાં 4ના મોત અને 22થી વધુ લોકો ઘાયલ
ધોનીની વિકેટ લીધા બાદ સંદીપ શર્માએ કોને કર્યો Video કોલ? વાતચીત થઈ 'લીક'
ધોનીની વિકેટ લીધા બાદ સંદીપ શર્માએ કોને કર્યો Video કોલ? વાતચીત થઈ 'લીક'
PMJAY: આયુષ્યમાન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, 7 એપ્રિલ સુધી નહીં મળે સારવાર, દર્દીઓ મુશ્કેલીમાં
PMJAY: આયુષ્યમાન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, 7 એપ્રિલ સુધી નહીં મળે સારવાર, દર્દીઓ મુશ્કેલીમાં
Onion Price: ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો, ખેડૂતો 200 રૂ. મણ ડુંગળી વેચવા મજબૂર
Onion Price: ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો, ખેડૂતો 200 રૂ. મણ ડુંગળી વેચવા મજબૂર
Embed widget