![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Animal Pre Teaser Out: 'હાથમાં હથોડો લઇને ખૂંખાર અંદાજમાં દેખાયો રણબીર કપૂર, રૂંવાડા ઉભા કરી દેશે 'Animal'નું ધાંસૂ ટીજર
આ ફિલ્મને સંદીપ રેડ્ડીએ નિર્દેશિત કરી છે, ભૂષણ કુમાર ફિલ્મ 'એનિમલ'ના નિર્માતા છે. આ ફિલ્મમાં એક સ્પેશ્યલ સ્ટૉરી છે,
![Animal Pre Teaser Out: 'હાથમાં હથોડો લઇને ખૂંખાર અંદાજમાં દેખાયો રણબીર કપૂર, રૂંવાડા ઉભા કરી દેશે 'Animal'નું ધાંસૂ ટીજર Animal Pre Teaser Out: ranbirs most awaited film animal pre teaser released at today, see all action Animal Pre Teaser Out: 'હાથમાં હથોડો લઇને ખૂંખાર અંદાજમાં દેખાયો રણબીર કપૂર, રૂંવાડા ઉભા કરી દેશે 'Animal'નું ધાંસૂ ટીજર](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/11/d9dd79762c685d09a57773a2fe4bb431168648305622777_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Animal Pre-Teaser Released: બૉલીવુડ એક્ટર રણબીર કપૂર ફરી એકવાર એક ધાંસૂ ફિલ્મ લઇને થિયેટરોમાં આવી રહ્યો છે. રણબીર કપૂર 'તુ જૂઠી મેં મક્કર' પછી સંદીપ રેડ્ડી વાંગાની આગામી ફિલ્મ 'એનિમલ'માં દેખાશે. દર્શકો છેલ્લા કેટલાય સમયથી ફિલ્મની રિલીઝની રાહ જોઈ રહ્યા હતા. હવે ફિલ્મ મેકર્સે આ મૉસ્ટ અવેટેડ ફિલ્મનું પ્રી ટીઝર રિલીઝ કરી દીધું છે. ફિલ્મના પ્રી-ટીઝરને જોઈને લાગે છે કે રણબીર 'એનિમલ'માં ખુબ જ એક્શન સાથે ધમાલ મચાવતો દેખાશે.
આ ફિલ્મને સંદીપ રેડ્ડીએ નિર્દેશિત કરી છે, ભૂષણ કુમાર ફિલ્મ 'એનિમલ'ના નિર્માતા છે. આ ફિલ્મમાં એક સ્પેશ્યલ સ્ટૉરી છે, જેમાં રણબીર કપૂર સાથે અનિલ કપૂર, રશ્મિકા મંદાના, બોબી દેઓલ અને તૃપ્તિ ડિમરી જેવા સ્ટાર કલાકારો કામ કરી રહ્યાં છે. આ ફિલ્મ 11 ઓગસ્ટ 2023એ દુનિયાભરમાં 5 ભાષાઓ હિન્દી, તેલુગુ, તમિલ, કન્નડ અને મલયાલમમાં રિલીઝ થશે.
પ્રી-ટીઝરમાં શું છે ખાસ ?
'એનિમલ'ના ટ્રેલર રિલીઝ પહેલા આનું પ્રી-ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે, જેને દર્શકોની આતુરતામાં વધારો કર્યો છે. પ્રી-ટીઝરની શરૂઆતમાં કેટલાક લોકોને બતાવવામાં આવ્યા છે જેમને સ્પેશ્યલ ચહેરાના માસ્ક પહેરેલા છે અને તેમના હાથમાં કુહાડી છે. આ પછી ફિલ્મના મુખ્ય પાત્રની એન્ટ્રી થાય છે જે હથોડી ઉપાડે છે અને એક પછી એક બધાને કાપવા લાગે છે જાણે કે તેને શેતાન વશ થઈ ગયો હોય. પ્રી-ટીઝરના અંતમાં આ શેતાનનો અડધો ચહેરો બતાવવામાં આવ્યો છે, જે બીજું કોઈ નહીં પણ રણબીર કપૂર છે. આખા પ્રી-ટીઝરના બેકગ્રાઉન્ડમાં એક પંજાબી ગીત વાગી રહ્યું છે.
પ્રી-ટીઝરથી વધ્યુ એક્સાઇટમેન્ટ -
'એનિમલ'નું પ્રી-ટીઝર જોયા પછી દર્શકો ફિલ્મને લઈને ખુબ જ એક્સાઇટેડ થઈ ગયા છે અને હવે તેઓ રણબીર કપૂરની આ એક્શનથી ભરપૂર ફિલ્મ જોવા આતુર બન્યા છે. ફિલ્મના પ્રી-ટીઝર પર કૉમેન્ટ કરતાં એક ફેને લખ્યું- હું આ ફિલ્મ માટે ખુબ જ એક્સાઇટેડ છું, અમે અત્યાર સુધી રણબીર કપૂરને માત્ર રૉમેન્ટિક ફિલ્મોમાં જ જોયો છે પરંતુ આ વખતે રણબીર માસ ફિલ્મના તમામ રેકોર્ડ તોડી દેશે.
વળી, બીજા એક યૂઝરે લખ્યું -જ્યારે સંદીપ વાંગા જેવા દિગ્દર્શક અને રણબીર કપૂર જેવા અભિનેતા સાથે કામ કરે છે, ત્યારે એક માસ્ટરપીસ બને છે...
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)