શોધખોળ કરો
Advertisement
પાયલના જાતિય શોષણના આરોપને ખોટા સાબિત કરવા અનુરાગ કશ્યપે પોલીસને શું શુ આપ્યા સબૂત, જાણો વિગતે
પોલીસે અનુરાગ કશ્યપનુ નિવેદન નોંધ્યુ, લગભગ 8 કલાક લાંબી પુછપરછ બાદ અનુરાગ કશ્યપ પોલીસ સ્ટેશનમાંથી નીકળ્યા હતા
મુંબઇઃ મુંબઇના વર્સોવા પોલીસ સ્ટેશનમાં ફિલ્મ અભિનેત્રી પાયલ ઘોષ દ્વારા ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપ પર લગાવવામાં આવેલા જાતિય શોષણના આરોપો બાદ પોલીસે ફિલ્મ નિર્માતા સાથે પુછપરછ કરી હતી. પોલીસે અનુરાગ કશ્યપનુ નિવેદન નોંધ્યુ, લગભગ 8 કલાક લાંબી પુછપરછ બાદ અનુરાગ કશ્યપ પોલીસ સ્ટેશનમાંથી નીકળ્યા હતા.
પોતાના ઉપર લગાવવામાં આવેલા આરોપો પર અનુરાગ કશ્યપે વર્સોવા પોલીસના તપાસ અધિકારીને તમામ સબૂતો આપ્યા છે. જેમાં તે ઓગસ્ટ 2013મા એક ફિલ્મના સંદર્ભમાં શ્રીલંકામાં હતા, તેને કહ્યું ઓગસ્ટથી સપ્ટેમ્બર 2013ની વચ્ચે તે કામના સિલસિલામાં શ્રીલંકા, મ્યાનમારમાં હતો. તેને આ મામલામાં એર ટિકીટ અને ઇમિગ્રેશન ડૉક્યૂમેન્ટ આપ્યા હતા. અનુરાગ કશ્યપ જે જગ્યા પર ઘટનાનો ઉલ્લેખ કરાયો તેને નકારી દીધો હતો, તેને તમામ ડૉક્યુમેન્ટ ઉપલબ્ધ કરાવ્યા જેમાં તે ફરિયાદીના આરોપોને ફગાવે છે.
વર્સોવા પોલીસના સુત્રો અનુસાર, પુછપરછમાં અનુરાગ કશ્યપે પોલીસના તમામ સવાલોના જવાબો આપતા, પોતાના પર લાગેલા તમામ આરોપોને ફગાવી દીધા હતા. તેને કહ્યું પાયલ ઘોષની પ્રૉફેશનલ કેપેસિટી હુ જાણુ છુ, તેને છેલ્લા કેટલાય સમયથી મે ફોન કે મુલાકાત નથી કરી. વર્સોવા સ્થિત મારા ઘરે તેની સાથે ના કોઇ મુલાકાત થઇ છે અને ના કોઇ યૌન શોષણ કર્યુ છે. હું ખુદ શૉક્ડ છુ કે પાયલે મારા વિરુદ્ધ આવા આરોપો લગાવ્યા છે. આમાં બિલકુલ સચ્ચાઇ નથી, આ મારી વિરુદ્ધ કાવતરુ છે, હુ આ કેસમાં પુરેપુરો નિર્દોષ છું.
વર્સોવા પોલીસને આપેલા નિવેદનમાં તેને ડ્રગ્સ લેવાની વાતને પણ ફગાવી, તેને કહ્યુ હુ માત્ર સિગારેટ પીવુ છુ, પોલીસ ફરીથી અનુરાગ કશ્યપને પુછપરછ માટે બોલાવવાની છે.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion