પેરીસના પ્રવાસમાં બારીમાંથી કોને જોઈ રહી છે Anushka Sharma ?, ફોટો સાથે કેપ્શનમાં લખી આ વાત
બોલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્માનું નામ ઈંડસ્ટ્રીની ટોપ એક્ટ્રેસની યાદીમાં આવે છે. માં બન્યા પછી અનુષ્કા ભલે મોટા પડદાથી દૂર રહી હોય પરંતુ તે ઈન્ટરનેટ પર હંમેશા છવાયેલી રહે છે.
Anushka Sharma Paris Vacation Latest Photos: બોલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્માનું નામ ઈંડસ્ટ્રીની ટોપ એક્ટ્રેસની યાદીમાં આવે છે. માં બન્યા પછી અનુષ્કા ભલે મોટા પડદાથી દૂર રહી હોય પરંતુ તે ઈન્ટરનેટ પર હંમેશા છવાયેલી રહે છે. અનુષ્કા શર્મા હાલ તેના પતિ વિરાટ કોહલી અને દીકરી વામિકા સાથે પેરીસમાં રજાઓ માણી રહી છે. પેરીસમાં ફરી રહેલી અનુષ્કા પોતાના નવા-નવા ફોટો શેર કરતી રહે છે.
અનુષ્કા સોશિયલ મીડિયા લવર છે અને ફેન્સ સાથે દરેક અપડેટ શેર કરતી હોય છે. ત્યારે હવે અનુષ્કાએ ઈંસ્ટાગ્રામ પર એક ફોટો શરે કર્યો છે. આ ફોટોમાં અનુષ્કા શર્મા એક બિલ્ડીંગની બારીમાં ઉભી જોવા મળી રહી છે. ફોટોમાં અનુષ્કા બારીની બહાર જોઈ રહી છે અને સ્માઈલ આપી રહી છે. આ ફોટો શેર કરતાં અનુષ્કાએ તેને સુંદર કેપ્શન પણ આપ્યું છે.
ફોટો શેર કરતાં અનુષ્કાએ કેપ્શનમાં લખ્યું છે કે, મેરે સામને વાલી ખિડકી મેં... Paris musings. અનુષ્કાનો આ ફોટો સોશિયલ મીડિયા પર આવતાંની સાથે જ વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેને ખુબ લાઈક કરી રહ્યા છે. જણાવી દઈએ કે, અનુષ્કા શર્મા જલ્દી જ સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ 'ચકદા એક્સપ્રેસ'માં જોવા મળશે. અનુષ્કાએ પહેલા શિડ્યુલનું શૂટિંગ પણ પુરું કરી લીધું છે.
View this post on Instagram