શોધખોળ કરો

Arjun Kapoor: પાંચ વર્ષ પછી અર્જુન-મલાઇકાનું બ્રેકઅપ, લગ્ન કરવાનું સપનું તૂટ્યું

Arjun Kapoor:'સિંઘમ અગેન'ની આખી ટીમ આ દિવસોમાં ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે.

Arjun Kapoor Confirms Breakup: બોલિવૂડ એક્ટર અર્જુન કપૂર આ દિવસોમાં તેની આગામી ફિલ્મ 'સિંઘમ અગેન'ને લઈને ચર્ચામાં છે. 'સિંઘમ અગેન'ની આખી ટીમ આ દિવસોમાં ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. તાજેતરમાં જ 'સિંઘમ અગેન'ની સ્ટાર કાસ્ટે દીપોત્સવની ઉજવણીમાં ભાગ લીધો હતો. આ દરમિયાન અર્જુન કપૂર પણ જોવા મળ્યો હતો. તેણે ટૂંકું ભાષણ આપ્યું અને મલાઈકા અરોરા સાથેના તેના બ્રેકઅપની પુષ્ટી પણ કરી હતી.

View this post on Instagram
 
A post shared by Aks (@mera_aks2020)

દીપોત્સવની ઉજવણી દરમિયાન અર્જુન કપૂર બ્લેક કલરનું પેન્ટ અને સફેદ અને બ્લેક પ્રિન્ટેડ શર્ટ પહેરેલો જોવા મળ્યો હતો. આ દરમિયાન તે ફિલ્મની ટીમ સાથે જોવા મળ્યો હતો. અજય દેવગન ઉપરાંત ટાઈગર શ્રોફ, ડિરેક્ટર રોહિત શેટ્ટી પણ ત્યાં હાજર હતા. તેણે સ્પીચમાં કહ્યું હતું કે- 'અત્યારે હું સિંગલ છું, રિલેક્સ છું, તેમણે મને ઉંચો અને હેન્ડસમ ગણાવ્યો તો એવું લાગી રહ્યું હતું કે તે લગ્નની વાત કરી રહ્યા છે. પણ હું સિંગલ છું. હેપ્પી દિવાળી.

'સિંઘમ અગેન' અંગે ચાહકોને અપીલ

અર્જુન કપૂરે આગળ કહ્યું હતું કે 'અજય અને ટાઇગર જે બોલી ચૂક્યા છે તે જ હું કહીશ, અમે ખૂબ પ્રેમથી ફિલ્મ બનાવી છે, મને આશા છે કે તમે બધા અમારી અને અમારી ફિલ્મ સાથે દિવાળીની ઉજવણી કરશો. અહીં આવવા બદલ આપ સૌનો આભાર. હું મરાઠીમાં બોલવાનું વિચારીને આવ્યો હતો પણ અત્યારે મોંમાંથી નીકળી રહી નથી. આગામી વખત આવીશ ત્યારે મરાઠીમાં વાત કરીશ. ત્યાં સુધી જય મહારાષ્ટ્ર.

અર્જુન ઘણા વર્ષોથી મલાઈકા અરોરા સાથે રિલેશનશિપમાં હતો.

અર્જુન કપૂર 2017થી મલાઈકા અરોરા સાથે હતો. બંને લાંબા સમય સુધી રિલેશનશિપમાં રહ્યાં હતા. જોકે થોડા મહિના પહેલા તેમના બ્રેકઅપના સમાચાર સામે આવ્યા હતા. પરંતુ મલાઈકા કે અર્જુને આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી. હવે અર્જુનના નિવેદનથી સ્પષ્ટ થઈ ગયું છે કે તે મલાઈકાથી અલગ થઈ ગયો છે અને હવે તે સિંગલ છે.                                     

ના સલમાન, ના અમિતાભ બચ્ચન, સાઉથના આ અભિનેતાએ લીધી હતી સૌ પ્રથમ 1 કરોડની ફી

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: અમદાવાદના બગોદરા પાસે ગોઝારો અકસ્માત, ત્રણ ટ્રક બળીને ખાખ, બેનાં મોત

Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ

Alert! આ નંબરો પરથી કોલ આવે તો ઉપાડતા નહી, મોટા કૌભાંડમાં ફસાવાનો છે ખતરો

AUS vs IND: મેલબોર્ન ટેસ્ટમાં ડેબ્યૂ કરનાર કોનસ્ટાસ અને વિરાટ કોહલી વચ્ચે 'ટક્કર', જુઓ વીડિયો

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rajkot Highway Accident : 4 વાહનો વચ્ચે ભયંકર અકસ્માત, 2ના મોત ; 3 આઇસર બળીને ખાખHun To Bolish : હું તો બોલીશ : ખાખી,ખાદીનું દારૂ કનેકશનHun To Bolish : હું તો બોલીશ : સુશાસનની અગ્નિપરીક્ષાRajkot News: રાજકોટના જામકંડોરણામાં શ્વાનના હુમલામાં બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: અમદાવાદના બગોદરા પાસે ગોઝારો અકસ્માત, ત્રણ ટ્રક બળીને ખાખ, બેનાં મોત
Ahmedabad: અમદાવાદના બગોદરા પાસે ગોઝારો અકસ્માત, ત્રણ ટ્રક બળીને ખાખ, બેનાં મોત
Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ
Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ
Alert! આ નંબરો પરથી કોલ આવે તો ઉપાડતા નહી, મોટા કૌભાંડમાં ફસાવાનો છે ખતરો
Alert! આ નંબરો પરથી કોલ આવે તો ઉપાડતા નહી, મોટા કૌભાંડમાં ફસાવાનો છે ખતરો
AUS vs IND: મેલબોર્ન ટેસ્ટમાં ડેબ્યૂ કરનાર કોનસ્ટાસ અને વિરાટ કોહલી વચ્ચે 'ટક્કર', જુઓ વીડિયો
AUS vs IND: મેલબોર્ન ટેસ્ટમાં ડેબ્યૂ કરનાર કોનસ્ટાસ અને વિરાટ કોહલી વચ્ચે 'ટક્કર', જુઓ વીડિયો
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી

Canada News: કેનેડાએ એક્સપ્રેસ એન્ટ્રી સિસ્ટમમાં કર્યો ફેરફાર, જાણો ભારતીયો પર શું થશે અસર?

Svamitva Sampatti Card: કેન્દ્ર સરકારની જાહેરાત, PM મોદી બે કરોડથી વધુ લોકોને આપશે સંપત્તિનો અધિકાર

શુભમન ગિલને મેલબોર્નમાં ન મળી 100મી મેચ રમવાની તક, બોક્સિંગ ડે ટેસ્ટમાંથી બહાર

Embed widget