શોધખોળ કરો
Advertisement
સોશિયલ ડિસ્ટન્સિંગની અપીલ માટે આ ભાજપ શાસિત રાજ્યે લીધો શાહરૂખનો સહારો, જાણો કઈ રીતે કરી અપીલ?
આસામા પોલીસે બૉલીવુડના કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાનની ફિલ્મ બાજીગરના ડાયલૉગનો ઉપયોગ કર્યો છે, અને લોકોને સોશ્યલ ડિસ્ટન્સ્ટિંગ રાખવા માટે અપીલ કરી છે
નવી દિલ્હીઃ દેશભરમાં વધી રહેલા કોરોનાના કેસોને ધ્યાનમાં રાખીને સરકાર દરેક પગલા ભરી રહી છે. હવે આ મામલે આસામ સરકાર અને પોલીસે અનોખી પહેલ કરી છે. આસામા પોલીસે લોકોને જાગૃત કરવા માટે એક ફિલ્મી તરીકો અપનાવ્યો છે.
આસામા પોલીસે બૉલીવુડના કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાનની ફિલ્મ બાજીગરના ડાયલૉગનો ઉપયોગ કર્યો છે, અને લોકોને સોશ્યલ ડિસ્ટન્સ્ટિંગ રાખવા માટે અપીલ કરી છે.
આસામ પોલીસે પોતાના ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટ પર શાહરૂખ ખાનની તસવીર શેર કરી છે, આ તસવીરમાં શાહરૂખ ખાન ગ્રે ટી-શર્ટ, જીન્સ અને મો પર માસ્ક સાથે દેખાઇ રહ્યો છે. શાહરૂખ ખાન પોતાના સદાબહાર પૉઝ (હાથ ફેલાવીને) આપતો દેખાઇ રહ્યો છે. આ તસવીર શેર કરતા આસામ પોલીસે લોકોને છ ફૂટનુ સોશ્યલ ડિસ્ટન્સિંગ રાખવાની અપીલ કરી છે.
આસામ પોલીસે પોતાના ટ્વીટમાં લખ્યું- સામાજિક દુરીઓ જિંદગી બચાવી શકે છે. જેમ કે શાહરૂખ ખાને કહ્યું- ક્યારેક ક્યારેક પાસે આવવા માટે થોડુક દુર જવુ પડે છે, અને દુર જઇને પાસે આવનારાને બાજીગર કહે છે. છ ફૂટનુ અંતર જાળવો અને બાજીગર બનો. આસામ પોલીસનુ આ ટ્વીટ સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યું છે.
નોંધનીય છે કે, હવે દેશમાં કોરોનાના કેસો સતત વધી રહ્યાં છે, સંક્રમણ હવે કૉમ્યુનિટી ટ્રાન્સમિશનમાં ફેરવાઇ રહ્યું છે. જે દેશ માટે ખતરાનો સંકેત છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ટેકનોલોજી
દુનિયા
દુનિયા
Advertisement